Abtak Media Google News

સમગ્ર દેશમાં મોધવારીએ મધ્યમવર્ગની કમર તોડી નાંખી છે. એવામાં ટમેટાના ભાવમાં વધારો થયા બાદ હવે લીલા મરચાના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. રૂપિયા 40 લેખે કિલોના ભાવને મળતા મરચામાં પાંચ ગણો ભાવ વધારો થયો છે. જથ્થાબંધ માર્કેટમાં લીલા મરચાની કિંમત 80 થી 200 રૂપિયા સુધીની થઈ ચૂકી છે.

Advertisement

સતત અને સખત રીતે વધી રહેલી મોંઘવારીએ હવે જમવાની થાળી નો પણ સ્વાદ બગાડી નાખ્યો છે ઉનાળો શરૂ થયો ત્યારે લીંબુના ભાવ પછી ચોમાસામાં ટમેટાના ભાવ અને હવે અત્યારે મરચાના ભાવ માં નોંધપાત્ર વધારો થયો છે જેના કારણે શાકની તીખાશ ઓછી થાય તો  નવાઈ ની વાત નથી છૂટક માર્કેટમાં લીલા મરચા ની કિંમત રૂપિયા કિંમત રૂપિયા 80 થી 200 સુધી પહોંચી ગયા છે ટમેટાના ભાવ આર્થિક સ્તર પર સ્થિતિને લાલ કર્યા બાદ હવે મરચાના સ્વાદમાં થી તીખા છીનવી છે વાવાઝોડાની માઠી અસર પહોંચી છે સીઝન હોવા છતાં શાકભાજીના ભાવ ઘટવાને બદલે આસમાને પહોંચી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.