Abtak Media Google News

ટમેટુ રે ટમેટુ ઘી ગોળ ખાતુ તું …

શાક માર્કેટમાં ભાવ કિલો એ રૂ.300 થવાની ધારણા: 993 કવિન્ટલ ટમેટાની આવક

આપણને જે વસ્તુ સરળતાથી અને ઓછી કિંમતે મળતું હોય તેની કદર થતી નથી. આવું જ કંઇક ટમેટા સાથે પણ બન્યું છે. પહેલા ટમેટા રૂ.પ થી ર0ના કિલોના ભાવે મળતા હતા. હવે જયારે ટમેટાના ભાવ આસમાને પહોચ્યા છે. ટમેટાએ સફરજનોને પણ પાછળ પાડી દીધા છે. કારણ કે માર્કેટમાં ટમેટાનો ભાવ 300 રૂપિયે કિલોએ પહોંચી જવા પામ્યા છે. આજે રાજકોટ માર્કેટીંય યાર્ડમાં 3ર00 રૂપિયા મણનો ભાવ બોલ્યો હતો. આજે માકેટીંગ યાર્ડમાં ટોટલ 993 કવિન્ટલ ટમેટાની આવક થવા પામી છે.

ટમેટાના ભાવ સાત આસમાને પહોચતા ગૃહિણીઓ મુંઝવણમાં મુકાઇ ગયા છે. આજે માકેટીગ યાર્ડમાં ટામેટા વેચવા આવેલા ખેડુતોને 3ર00 રૂપિયા પ્રતિ મણ ભાવ મળતા ખુશખુશાલ જોવા મળ્યા હતા. જયારે સામે પહેલા માર્કેટમાં પ થી ર0 રૂપિયામાં કિલો ટમેટા મળતા હતા. જે આજે કિલોના 300 રૂપિયા થઇ જતા ગૃહિણીઓ ટમેટા લેતા અચકાઇ છે. હાલ ફળો અને બીજા શાકભાજીની સરખામણીએ ટમેટાના ભાવ ત્રણ આંકડામાં બોલાઇ રહ્યાં છે.

ગૃહિણીઓ રસોઇ માટે ટમેટાનો લગભગ દરરોજ  ઉપયોગ કરતી હોય છે. ત્યારે હાલ ટમેટાના કિલોના રૂ. 300 બોલાતા ગૃહિણીઓ ટમેટા ખરીદી કરવાનું લગભગ ટાળી રહી હોય તેવું કહી શકાય. હાલ માર્કેટીગ યાર્ડમાં વેપારીને 1 કિલોના રૂપીયા 160 ચુકવવા પડી રહ્યાં છે. ત્યારે ગૃહીણી સુધી આ ટમેટા પહોચતા કિલોએ રૂ. 300 સુધી પહોંચે છે. તેથી ગૃહીણીઓ ટમેટાની ખરીદી કરવામાં મુઝવણ અનુભવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.