Abtak Media Google News

શિયાળાની સિઝન લીલા-તાજા અને સસ્તા શાકભાજીની ગણાય છે. જો કે આ વર્ષે શાકભાજીના ભાવ ઘણા બધા વધી ગયા છે. રાજકોટ યાર્ડમાં જે ભાવે શાકભાજી મળી રહ્યા છે. તે હાલ બમણાથી ચાર ગણા વધુ ભાવે મળી રહ્યા છે. તેમાં પણ આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ડુંગળી, ટમેટા અને લીંબુના ભાવ બમણા જ્યારે કોથમરીના ભાવ ચાર ગણા વધી ગયા છે.

કોથમરીના ભાવ ગત વર્ષની સાપેક્ષે ચાર ગણા થઇ ગયા: કમોસમી વરસાદ વરસતા ભાવમાં સતત વધારો

કોથમરીના ભાવ ગત વર્ષની સાપેક્ષે ચાર ગણા થઇ ગયા છે. લીલા મરચાના ભાવ બમણા થઇ ગયા છે. આ વખતે હવામાનના કારણે ભાવ વધારાની અસર જોવા મળી રહી છે. આ વખતે ગુજરાતમાં કેટલાક જીલ્લાઓમાં વધુ તાપમાન નોંધાયું હતું. હાલમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો. જેને લઇને ભાવ આસમાને પહોંચ્યા છે.

આ વર્ષે આજ સુધીમાં ચણાનું વાવેતર 3.14 લાખ હેક્ટરમાં થયું હતું. સમગ્ર રાજ્યમાં તેનું વાવેતર સરેરાશ 775 લાખ હેક્ટરમાં થાય છે. તેના ભાવમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષે આ સમયમાં જથ્થાબંધ 20ના કિલો મળતા જીંજરા હવે રૂ.45ના મળી રહ્યા છે. છૂટક બજારમાં તેનો ભાવ ત્રણ ગણો થઇ ગયો છે.

ગત વર્ષના અને આ વર્ષના ભાવ

શાકભાજી2022 (ભાવ)2023 (ભાવ)
લીંબુ100થી 500350 થી 700
ડુંગળી130 થી 370350 થી 750
ટમેટા100 થી 400650 થી 690
કોથમરી100 થી 300950 થી 1450
રીંગણા100 થી 200150 થી 330
બટેટા150 થી 360160 થી 480
લીલા મરચા150 થી 420450 થી 850

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.