Abtak Media Google News
  • 48,500 વર્ષથી બરફની નીચે થીજી ગયેલો ઝોમ્બી વાયરસ વિશ્વભરમાં હાહાકાર મચાવી દેશે ?
  • સંશોધનકારોએ 13 નવા સૂક્ષ્મ જીવાણુઓ શોધી કાઢ્યા : હજારો વર્ષ સુધી જમીનમાં દટાયેલા હોવા છતાં વાયરસ ચેપી !!

શું દુનિયા બીજી મહામારીના ઉંબરે ઉભી છે? દુનિયા જ્યારે હાલ કોરોના વાયરસના સંકટમાંથી બહાર આવી રહી છે, ત્યારે હવે નવા વાયરસના આગમનના સમાચારથી હડકંપ મચી ગયો છે. હકીકતમાં, વૈજ્ઞાનિકોએ ઝોમ્બી વાયરસને જીવંત કર્યો છે જે 48 હજાર વર્ષોથી રશિયાના બરફીલા વિસ્તારમાં દટાયેલો હતો. આ ખતરનાક વાયરસ હજારો વર્ષ પહેલા રશિયાના એક તળાવમાં દાટી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે તેના ’જીવંત’ પછી ભારત જેવા દેશો માટે પણ મોટી ખતરાની ઘંટડી છે.

જળવાયુ પરિવર્તનને કારણે પર્માફ્રોસ્ટ એટલે કે જ્યાં બરફ હંમેશા થીજેલો રહેતો હોય તેવી જમીન મનુષ્ય માટે નવો ખતરો પેદા કરી શકે છે. અહીં લગભગ બે ડઝન વાયરસ મળી આવ્યા છે. આ વાયરસ શોધનાર સંશોધકોના જણાવ્યા અનુસાર, આમાં 48,500 વર્ષ પહેલા તળાવની નીચે થીજી ગયેલા વાયરસનો સમાવેશ થાય છે. આ પ્રકારના સેંકડો વાયરસ હજારો વર્ષથી હયાત છે અને આ વાયરસનો ઉદ્ભવ પણ થતો નથી અને વિનાશ પણ થતો નથી તેવું ઝોમ્બી વાયરસના મળી આવવા પરથી ચોક્કસ કહી શકાય છે. કોરોના મહામારી સમયે હાહાકાર મચી જવા પામ્યો હતો. કરોડો લોકો મોતને ભેટ્યા હતા પરંતુ હવે હાહાકાર મચાવનાર કોરોના મનુષ્ય જીવન સાથે વણાઈ ગયું છે. અગાઉ એચઆઇવી, ટી.બી.,શીતળા, મેલેરિયા જેવા રોગો પણ ખૂબ કહેર મચાવનાર સાબિત થયા હતા. આ રોગ હજુ પણ હાજર જ છે પરંતુ લોકોની રોગ પ્રતિકારક શક્તિ આ રોગનો સામનો કરવા ટેવાઈ ગયા બાદ રોગ મહામારી રહેતો નથી.

વાયરસ વિના જીવ બનતો નથી અને જીવ વિના વાયરસ બનતો નથી આ સૂત્ર બિલકુલ સાચું છે. લોકો દુધને સંપૂર્ણ આહાર માને છે જેની પાછળ પણ આ થિયરી જ છે. દૂધમાં પુષ્કળ જીવાણુઓ હોય છે જે માનવ શરીર માટે જરૂરી છે. પૃથ્વી પર રહેલા સેંકડો વાયરસ હાહાકાર મચાવી દેનાર જરૂર છે પણ તેનો ઉપચાર પણ છે. આ તમામ વાયરસનો ફક્ત એક જ ઉપચાર છે જે મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિ છે. આ થિયરી સમજવા માટે પહેલા ડાર્વિનની થિયરી સમજવી જરૂરી છે.

ડાર્વિનની થિયરી છે કે,’સર્વાઇવલ ઓફ ફિટેસ્ટ’. ડાર્વિનની થિયરી મુજબ જે બાહ્ય અને આંતરિક બંને રીતે તંદુરસ્ત હશે તે જ ટકી શકશે. ’જો ફિટ હૈ વો હિટ હૈ’ મુજબ ફક્ત મનુષ્યે તંદુરસ્ત રહેવું જરૂરી છે. મનુષ્યમાં રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવાની જરૂરિયાત છે. જો માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ હશે તો ગમે તે વાયરસનો સામનો કરી શકાશે. ડાર્વિનની થિયરી ફક્ત મનુષ્યો માટે જ છે તેવું પણ નથી. આ થિયરી તમામ જીવ માત્ર માટે છે. જેમાં એક ઇન્દ્રિય જીવથી માંડી મનુષ્ય સુધીના તમામ જીવનો સમાવેશ થઈ જાય છે.

બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, યુરોપિયન સંશોધનકારોએ રશિયાના સાઇબેરિયા ક્ષેત્રમાં પર્માફ્રોસ્ટ હેઠળથી એકત્રિત કરવામાં આવેલા પ્રાચીન નમૂનાઓની તપાસ કરી છે. તેઓએ 13 નવા સુક્ષ્મજીવાણુઓ શોધી કાઢ્યા છે અને તે વાયરસ અંગે જાણકારી આપી છે. તેઓએ તેને “ઝોમ્બી વાયરસ” નામ આપ્યું છે. હજારો વર્ષ સુધી સ્થિર જમીનમાં રહેવા છતાં આ વાયરસ ચેપી રહ્યા છે.

આ પૈકીનાં સૌથી જૂના વાયરસ પાંડોરાવીરસ યેડોમા તરીકે ઓળખવામાં આવે છે, તે 48,500 વર્ષ જૂનો હોવાનું મનાય છે. આ વાયરસે અગાઉના 30,000 વર્ષ જૂના વાયરસના રેકોર્ડને તોડ્યો છે. તે વાયરસને 2013માં આ જ ટીમે શોધી કાઢ્યો હતો.

વૈજ્ઞાનિકોએ લાંબા સમયથી ચેતવણી આપી છે કે વાતાવરણીય વોર્મિંગને કારણે પર્માફ્રોસ્ટ પીગળવાથી મિથેન જેવા ભૂતકાળમાં ફસાયેલા ગ્રીનહાઉસ વાયુઓ મુક્ત થઈ શકે છે, પરિણામે આબોહવા પરિવર્તન વધુ ખરાબ થશે. જોકે, સુષુપ્ત રોગકારક સૂક્ષ્મજીવો પર તેની અસર ઓછી હોવાનું જાણવા મળે છે.

રશિયા, જર્મની અને ફ્રાન્સના સંશોધકોની ટીમે જણાવ્યું હતું કે તેઓએ જે વાયરસનો અભ્યાસ કર્યો છે, તેને ફરીથી જીવંત કરવાનું જૈવિક જોખમ સંપૂર્ણપણે જીરો છે. કારણ કે તેઓએ જે સ્ટ્રેનને નિશાન બનાવ્યું હતું, તે મુખ્યત્વે અમીબા જેવા સુક્ષ્મ જીવાણુઓને જ ચેપ લગાડવામાં સક્ષમ હોય છે. પ્રાણીઓ અથવા માણસોને ચેપ લગાવી શકે તેવા વાયરસને ફરી સજીવ કરવો વધુ સમસ્યારૂપ છે, તેઓએ ચેતવણી આપી હતી કે જોખમ વાસ્તવિક છે તે બતાવવા માટે તેમના કાર્યનું તારણ કાઢી શકાય છે.

બ્લૂમબર્ગના અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે, “આ રીતે સંભવ છે કે પ્રાચીન પર્માફ્રોસ્ટ પીગળવાના કારણે અજાણ્યા વાયરસ મુક્ત થઈ શકે છે. હાલ આ લેખની સમીક્ષા કરવામાં આવી નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે, બાહ્ય વાતાવરણમાં આવ્યા પછી વાયરસ કેટલો સમય ચેપ ફેલાવી શકે છે? તેને કેવી રીતે રોકી શકાય છે? અને કેટલા સમય ગાળામાં વ્યક્તિને ચેપ લાગી શકે છે? તેની આગાહી કરવી હજી પણ અશક્ય છે.

વૈજ્ઞાનિકોએ ઝોમ્બી વાયરસને જીવંત કર્યો છે જે 48 હજાર વર્ષોથી રશિયાના બરફીલા વિસ્તારમાં દટાયેલો હતો. આ ખતરનાક વાયરસ હજારો વર્ષ પહેલા રશિયાના એક તળાવમાં દાટી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે તેના ’જીવંત’ પછી ભારત જેવા દેશો માટે પણ મોટી ખતરાની ઘંટડી છે. ઝોમ્બી વાયરસ એટલો ખતરનાક છે કે તે નાના કોષવાળા જીવોને પણ સંક્રમિત કરી નાખે છે.

ભારત વિશ્વને ગ્લોબલ વોર્મિંગ અંગે ચેતવણી આપી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વિશ્વમાં વધી રહેલી ગરમીને કારણે રશિયા અને સાઇબેરિયાનો થીજી ગયેલો બરફ પીગળે છે તો દુનિયામાં ખળભળાટ મચી જશે. ઝોમ્બી વાયરસ એટલો ખતરનાક છે કે તે નાના કોષવાળા જીવોને પણ સંક્રમિત કરી નાખે છે.

હવે સવાલ એ થાય છે કે આ માટે ભારત જેવા દેશોએ કેવા પ્રકારની તૈયારીઓ કરવી પડશે? ખરેખર, કોરોના પછી, વિશ્વ હવે આવનારી મહામારીને ખતમ કરવાની શોધવામાં વ્યસ્ત છે. ભારત જેવા દેશો પણ આવા વાયરસનો સામનો કરવામાં સક્ષમ છે. પરંતુ કોરોનાએ વિશ્વને જે ત્રાસદી આપી છે તે ભયાનક હતી. જો કે, ઝોમ્બી વાયરસનો ખતરો હજી વાસ્તવિક નથી, પરંતુ આપણે દરેક સ્તરે તૈયારી કરવી પડશે.

ફક્ત બે ટીપાં કોરોના માટે કાફી !!

ભારતમાં વિકસિત કોવિડ માટેની વિશ્વની પ્રથમ ઇન્ટ્રા-નાસલ વેક્સિનને 18 વર્ષ અને તેથી વધુ વય જૂથમાં કટોકટીની પરિસ્થિતિઓમાં ઉપયોગ માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન તરફથી મંજૂરી મળી છે. આ વાત કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે ગુરુવારે કહી હતી, જ્યારે તેઓ બાયોટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થાઓની એક બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા હતા. જ્યાં તેમણે બાયોટેક્નોલોજી સંસ્થાઓની 14 સોસાયટીઓને એક જ સોસાયટીમાં મર્જ કરવાના ઐતિહાસિક નિર્ણય વિશે પણ માહિતી આપી હતી.  ડો. જિતેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે ઉત્પાદન વિકાસ અને ક્લિનિકલ ટ્રાયલ્સને મિશન કોવિડ સુરક્ષા પ્રોગ્રામ હેઠળ બાયોટેકનોલોજી વિભાગ, ભારત સરકાર અને બીઆઈઆરએસી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. આ રસીને પ્રાથમિક 2 ડોઝ શેડ્યૂલ, હોમોલોગસ બૂસ્ટર ડોઝ માટે 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના કટોકટીની પરિસ્થિતિઓમાં પ્રતિબંધિત ઉપયોગ હેઠળ મંજૂરી મળી છે.

સાઇબેરિયાનો થીજી ગયેલો બરફ પીગળે તો દુનિયામાં ખળભળાટ મચી જશે !!

ભારત વિશ્વને ગ્લોબલ વોર્મિંગ અંગે ચેતવણી આપી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વિશ્વમાં વધી રહેલી ગરમીને કારણે રશિયા અને સાઇબેરિયાનો થીજી ગયેલો બરફ પીગળે છે તો દુનિયામાં ખળભળાટ મચી જશે. ઝોમ્બી વાયરસ એટલો ખતરનાક છે કે તે નાના કોષવાળા જીવોને પણ સંક્રમિત કરી નાખે છે.ભારત જેવા દેશો પણ ગ્લોબલ વોર્મિંગનો ખતરો છે. સુંદરબન વિસ્તારનો એક ભાગ ડૂબી રહ્યો છે. આ સિવાય મુંબઈ વિશે પણ ઘણી આગાહીઓ કરવામાં આવી છે.વિકસિત દેશો વિકાસશીલ દેશોને દોષ આપે છે. પરંતુ આ ખતરો હવે એટલો મોટો થઈ ગયો છે કે આવનારા સમયમાં ભારત સહિત વિશ્વના તમામ દેશોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

શું છે ઝોમ્બી વાયરસ ?

આ ઝોમ્બી વાયરસ હજારો વર્ષોથી રશિયાના એક તળાવમાં દટાયેલો હતો. વૈજ્ઞાનિકોએ આ વાયરસનું નામ પાંડોરાવીરસ યેડોમા રાખ્યું છે. આ શોધ વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રકાશિત કરવામાં આવી નથી. ફ્રાન્સના નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચની ટીમે બરફમાં દટાયેલા ડઝનેક વાયરસનો ઉલ્લેખ કર્યો હતો, જેના વિશે વિશ્વને જાણ નથી. આમાં ઝોમ્બી વાયરસ પણ સામેલ છે. આ વાયરસ 48,500 વર્ષ જૂનો છે. 2013માં, તે જ ટીમે 30,000 વર્ષ જૂનો વાયરસ શોધી કાઢ્યો હતો. ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વના ઘણા ભાગોમાં થીજી ગયેલો બરફ પીગળી રહ્યો છે. જેનાથી નવો ખતરો ઉભો થઈ રહ્યો છે. ઝોમ્બી વાયરસ પણ તેમાંથી એક છે. આ બેક્ટેરિયામાં ખતરનાક જંતુઓ હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.