Abtak Media Google News

બોલ ટેમ્પરિંગ મામલે પાંચ દિવસ બાદ ગુરુવારે ડેવિડ વોર્નરે સાર્વજનિક રીતે માફી માંગી. વોર્નર બાદ હવે સ્ટીવ સ્મિથે પણ જાહેરમાં માફી માંગી છે. સ્મિથે કહ્યું કે, આ મોટી ભૂલ હતી, તેનું પરિણામ હવે સમજમાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા બુધવારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્મિથ અને વોર્નર પર એક વર્ષનો બેન લગાવ્યો હતો. હવે તે આઈપીએલમાં પણ નહીં રમી શકે.

Advertisement

19D78F95A0B0Cd8Fd0B4459C7Add2102પત્રકારો સાથે વાત કરતા-કરતા સ્મિથ રડી પડ્યા હતા. સ્મિથે કહ્યું કે, “હું મારી ભૂલ માટે કોઈ પણ સજા ભોગવવા તૈયાર છું. જો બીજા માટે કોઈ દાખલો હોઈ શકે તો મને આશા છે કે હું પરિવર્તન માટે એક બળ હોઈ શકું છું.”
સ્મિથે વધુમાં કહ્યું, “હું આશા વ્યક્ત કરું છું કે સમયની સાથે હું મારું આદર ફરી મેળવીશ. ક્રિકેટ દુનિયાની સૌથી મોટી ગેમ છે, તે મારું જીવન રહ્યું છે અને મને આશા છે કે તે ફરીથી થઈ શકે છે.”
હું આ ઘટનાની સમગ્ર જવાબદારી લઉં છું. હું બિલકુલ નિરાશ છું, આ મારા નેતૃત્વની નિષ્ફળતા છે. મેં ખોટા નિર્ણય લેવાની ગંભીર ભૂલ કરી છે. હું સમગ્ર જવાબદારી લઉં છું.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્મિથ અનેકવાર રડી પડ્યા. સ્મિથે કહ્યું કે, “સારા લોકો પણ ભૂલ કરે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.