લેહ-કારગીલમાં પાયલોટ ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી વિકસાવવા કરાર

કાર્બન ઉત્સર્જન ઘટાડવા રોડ મેપ બનાવાશે

એન.એચ.પી.સી.એ.  કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના લેહ અને કારગિલ જિલ્લામાં પાવર સેક્ટરમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવાના દેશના સંકલ્પને અનુરૂપ “પાયલોટ ગ્રીન હાઇડ્રોજન ટેક્નોલોજી”ના વિકાસ માટે બે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. આ ખઘઞ પર હસ્તાક્ષર  આર.કે. માથુર, લેફ્ટનન્ટ ગવર્નર, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

લેહ જિલ્લા માટે હસ્તાક્ષર કરાયેલા એમઓયુ મુજબ, એનએચપીસી દ્વારા એનએપીસી પરિસરમાં નિમ્મો બાઝગો પાવર સ્ટેશન (લેહ) ખાતે એનએચપીસી ગેસ્ટ હાઉસની પાવર જરૂરિયાતને પહોંચી વળવા હાઇડ્રોજન ઉત્પાદન સહિત પાયલોટ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ આધારિત માઇક્રોગ્રીડના વિકાસ પર વિચારણા કરાશે. કારગિલ જિલ્લા માટે સાઈન કરાયેલા એમઓયુ મુજબ, કારગીલમાં જનરેટ થયેલ હાઈડ્રોજનનો ઉપયોગ ગતિશીલતા માટે ઈંધણ કોષોમાં કરવામાં આવશે જે કારગીલના સ્થાનિક વિસ્તારમાં 8 કલાક સુધી બે બસો ચલાવવા માટે સક્ષમ હશે.

એનએચપીસી લદ્દાખ ક્ષેત્રની હાઇડ્રોજનની જરૂરિયાતને વિવિધ ક્ષેત્રો જેમ કે ગતિશીલતા, પરિવહન, હીટિંગ અને માઇક્રો-ગ્રીડમાં સપ્લાય કરવા વ્યવસાયિક ધોરણે હાઇડ્રોજન ઉત્પાદનમાં વધારો કરશે અને ત્યારપછીના એમઓયુ પર અલગથી હસ્તાક્ષર કરવામાં આવશે.

આ બે પાઇલોટ પ્રોજેક્ટ્સ ગ્રીન હાઇડ્રોજનના ભાવિ વિકાસ અને પરિવહન/હીટિંગ સેક્ટરમાં કાર્બન ઉત્સર્જનના અનુગામી ઘટાડા માટે રોડમેપ બનાવશે અને હાઇડ્રોજન અર્થતંત્રમાં લાંબા ગાળાના રોકાણને પણ આકર્ષિત કરશે અને યુટીના યુવાનો માટે વિવિધ આવકના પ્રવાહો અને નોકરીની તકો ઊભી કરશે.