Abtak Media Google News

દાળવડાં જગતમાં દાળવડા જેવી અદ્ભુત ફરસાણની ઉત્પત્તિ ક્યારે થઈ એ વિશે તો કોઈ અભ્યાસ થયાનું જાણમાં નથી પણ એટલું ચોક્કસ કે મહાભારત કે રામાયણ પછીનાં યુગમાં જ થઈ હશે કારણ કે આ બે મહાગ્રંથોમાં દાળવડાની ઉત્પત્તિ જેવી મહાન ઘટના નોંધવાની રહી જાય એ અશક્ય છે.

Advertisement

મુખ્યત્વે મગની ફોતરાવાળી દાળમાંથી બનતું આ ફરસાણ ચોમાસા દરમિયાન લોકપ્રિયતાની તમામ સરહદો વટાવી જાય છે. એક વરસાદ આવે ને જેમ વરસાદી દેડકાં કે ફૂદાં ઠેરઠેર ફૂટી નીકળે એમ દાળવડાની લારીઓય ગલીએ ગલીએ ફૂટી નીકળે છે. ચોમાસું જાય પછી આ લારીઓ પર બીજી સિઝનલ આઇટમો વેચાવા મુકાતી જોઈ છે. દાળવડાંની સાથે ચટણી કરતાં મીઠું નાખેલાં કે મીઠા વિનાનાં કાંદા અને તળેલા મરચાં ખાવાનો રિવાજ ક્યારથી અસ્તિત્વમાં આવ્યો એ વિશેય ક્યાંય નાની સરખી નોંધ જોવા મળતી નથી એટલે એ રિવાજ પણ દાળવડાની સાથે જ ઉદ્ભવ પામ્યો હશે એમ માની લઈએ તો સહેજેય અતિશયોક્તિ નહીં

સામગ્રી

– મગની દાળ : ૪૦૦ ગ્રામ

– લસણ : ૧૦-૧૨ નંગ

– આદુ : એક ટુકડો

– મરચાં : પાંચ-સાત નંગ

– હીંગ : એક ચપટી

– ડુંગળી : નંગ એક

– લાલ મરચું : ૫૦ ગ્રામ

– મીઠું : સ્વાદ મુજબ

– તેલ : તળવા માટે

બનાવવાની રીત :

– મગની દાળને આગલી રાતે પલાળી રાખો. પછી મિક્સકરમાં અધકચરી વાટવી. તેમા મીઠું નાંખવું.

– આદુ, મરચાં, હીંગ, લસણ વાટીને નાંખવા.

– હવે એક કડાઇમાં તેલ ગરમ કરવા મૂકો. અને પછી ખીરું બનાવીને એક પછી એક તેલમાં તળવા.

– હવે જરુર મુજબ કાઢી ગરમા-ગરમ દાળવડાં મરચાં અને ડુંગળી સાથે પીરસો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.