Abtak Media Google News

વિવેકાનંદ શાળાના ભુલકાઓનો ચમત્કારીક બચાવ થતા હાશકારો

વેગડવાવ રોડ પર આવેલ બાપા સિતારામ મઢુલી પાસે આજે સ્કુલ વાહન અને મીઠું ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી. જયારે બીજી તરફ સ્કુલવાનમાં ઘેટા-બકરાની માફક ઠસોઠસ ભરેલા ૧પ જેટલા નાના ભૂલકાઓ અકસ્માતના બનાવને લઈ ભારે ચિચિયારી ગુંજી ઉઠી હતી.
જાણવા મળતી વિગતો મુજબ હળવદના બાપા સીતારામ મઢુલી પાસે આજે બપોરના સમયે વિવેકાનંદ વિદ્યાલયના બાળકો સ્કુલવાન નં.જી.જે.૧ કે.જે.ર૪૯ર વેગડવાવ તરફથી આવતી હતી તે દરમિયાન ટ્રકે હડફેટે લેતા સ્કુલવાનમાં સવાર નાના ભુલકાઓનો ચમત્કારીક બચાવ થતા બાળકોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.