Abtak Media Google News

‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન ‘મહાપૂજા ધામ’ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વિષે શાસ્ત્રોકત માહિતી આપતા નિલકંઠદાસ સ્વામી 

દોઢસો ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ સામે આવેલા સ્વામી નારાયણ મંદિરી ‘શ્રી મહાપૂજા ધામ’ ખાતે આગામી તા. 9 થી 13 સુધી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાશે.

આ અંગે ‘અબતક’ ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે વાતચીત કરતા મૂર્તિના પ્રણેતા સ્વામી નિલકંઠદાસજીએ મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠાના મહત્વ વિશે રસપ્રદ વાત કરી હતી.

શ્રી નિલકંઠદાસજીએ એવું જણાવ્યું કે આપણા શાસ્ત્રોમાં અષ્ટ પ્રકારની મૂર્તિનું વર્પણ કરવામાં આવ્યું છે, જેમાં ત્રણ પ્રકારે પુજનવિધી કર્યા બાદ ‘મૂર્તિ’ મૂર્તિમંત થાય છે એટલે કે તેમાં ભગવાન પધારે છે.

Dsc 1272

પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન વેદોકત મંત્રો દ્વારા ભગવાનને આહવાન કરાય છે. બીજા પ્રકારમાં ભાવાતીન એટલે કે ‘ભાવના’ ભકિત વડે ભગવાન મૂર્તિમાં પધારે છે. ત્રીજી  પ્રાણ પ્રતિષ્ઠા ભગવાન આજ્ઞાધીન થઇ મૂર્તિમાં પધારે છે.

પૂ. નિલકંઠદાસજીએ અન્નકોટ વિષે  એવું જણાવ્યું કે પાંચ હજાર વર્ષ પહેલા ગોવર્ધનપૂજા ભગવાન શ્રી કૃષ્ણએ શરુ કરાવી એ વખતે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉઠાવી ગોપાલકોનું ઇન્દ્રએ વરસાવેલા ભરપુર વરસાદ સામે રક્ષણ કર્યુ હતું. એ પછી આખા વર્ષમાં એકવાર ઇન્દ્રને નહીં પણ ગોવર્ધન પર્વતને અન્નકોટ ધરાવનું શ્રીકૃષ્ણએ જ શરુ કરાવ્યા બાદ આજે પણ વૈષ્ણવો અને સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા અન્નકોટ ધરવામાં આવે છે. નવા ધાન ઇન્દ્રને ધરવાના બદલે ગોવર્ધન પર્વતની પૂજા અને અન્નકોટ ધરવાની આ પ્રસંગનું ભાગવતના દશમ સ્કંદમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે.

ભગવાન સ્વામીનારાયણ ખુદએ છ મંદિરોની સ્થાપના કરી મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી, અમદાવાદમાં સૌ પ્રથમ અને ગઢડામાં સૌ પ્રથમ ગોપીનાથજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી.

રાજકોટમાં જયાં ઉત્સવ ઉજવવાનો છે એ મહાપૂજા ધામમાં મૂર્તિ  પ્રતિષ્ઠાનો સંકલ્પ નિલકંઠદાસજીએ પૂરો કરવા છેલ્લા ર0 વર્ષથી ચપ્પલ પણ પહેર્યા નથી.

આ મહાપૂજા ધામ વિષે પણ રસપ્રદ માહીતી નિલકંઠદાસજી સ્વામીએ ‘અબતક’ ના મેજેનીંગ તંત્રી સતિષકુમાર મહેતાને આપી હતી.

આજે જયાં મહાપૂજાધામ સાકાર થયું છે ત્યાં વર્ષ 2003 માં 300 વાર જેટલી જમીન પર શાકાોત્સવનું આયોજન કરાયું હતું. એ વખતે શાકોત્સવનું આયોજન કરાયું હતું, એ વખતે શાકોત્સવ સભા દરમિયાન હરિદ્વારથી 100 થી 1પ0 જેલા સંતો પધાર્યા હતા. જેમાં એક સંતે જણાવ્યું હતું કે, ‘યહાઁ બડા ધામ બનેગા’

આવી ભવિષ્યવાણી કરીને સંતો તો નીકળી ગયા, અમને કોઇને ખબર પણ નહોતી કે આ સંતો કોણ હતા. પરંતુ એ ભવિષ્યવાણી આજે સાચી ઠરી છે તેમ પૂ. નિલકંઠદાસજી સ્વામીએ જણાવ્યું હતું.

જયારે તા. 13-6-2005 સવંત 2059 અષાઢ સુદ બીજના દિવસે જ સવંત 2061 જેઠ સુદ-6 ના સોમવારે શાસ્ત્રી વ્રજલાલ નાનજીભાઇ ત્રિવેદીના હસ્તે ખાતમુહુર્ત વંદોકત વિધીપૂર્વક થયું હતું.

પૂ. નિલકંઠદાસજી અને તેમની સાથે પધારેલા પ.જે. પી. સ્વામી અને ટ્રસ્ટીઓએ ‘અબતક’ ના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતાને સચિત્ર યંત્રપટલ અર્પણ કરાયું હતું. તેમજ ‘ખેસ’ ઓઢાડી આશીર્વાદ પાઠવ્યા હતા.

Dsc 1267

  • ‘મહાપૂજાધામ’ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ ધામધૂમથી ઉજવાશે
  • આચાર્ય રાકેશ પ્રકાશદાસજીના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા અને નૂતન ઘ્વજારોહણ

આગામી તા.9 થી ર3મી સુધી રાજકોટની શાન સમા 1પ0 ફુટરીંગ રોડ પર આવેલા બાલાજી હોલ સામે આવેલા ‘મહાપૂજાધામ’ ખાતે મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાશે.

શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નિલકંઠવર્ણી, શ્રી રાધાકૃષ્ણદેવ, શ્રી વિઘ્નનાયક દેવ, શ્રી હનુમાનજી મહારાજ અને શ્રી મહાદેવ આદિ દેવોનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ ધામધૂમથી ઉજવાશે.

Dsc 1268

વડતાલ ધામ દક્ષિણવિભાગ સનાતન  ધર્મધુરંધર આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના કરકમળો દ્વારા આ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ ઉત્સવ દરમિયાન જુનાગઢ સંપ્રદાયના સંતવર્ય સ્વામીશ્રી કૃષ્ણચરણ દાસજી, તેમના શિષ્ય સ્વામી શ્રી નિર્ગુણજીવનદાસજી ઉપરાંત નિર્ગુણજીવનદાસજીના શિષ્ય શાસ્ત્રી સ્વામી શ્રી નિલકંઠદાસજીના છેલ્લા 19 વર્ષના અથાગ પરિશ્રમના પરિણામ સ્વરુપ તેમ જ તેમના વડિલ ગુરુબંધુ સ્વામી શ્રી હરિનંદનદાસજી, સ્વામીશ્રી જયપ્રકાશદાસજીના માર્ગદર્શન હેઠળ આ નૂતનનવ્ય ને ભવ્ય ત્રણ શિખરના મંદિરનું નિર્માણ થયું છે. જેમાં મઘ્યસ્થ ખંડમાં ઘનશ્યામ મહારાજ, પૂર્વ ખંડમાં રાધારમણકૃષ્ણ દેવ અને પશ્ર્ચિમ ખંડમાં શ્રી નિલકંઠવર્ણીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. શ્રીમદ્દ સત્સંગી ભવન પંચાહન પારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે, જેમાં મુખ્ય મંદિર (ભુપેન્દ્ર રોડ )

મહંત કોઠારી પૂ. શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી ગુરુ શાસ્ત્રીસ્વામી શ્રી ભગવત ચરણદાસજી (જામજોધપુર)ના વ્યાસાસને ભગવાન શ્રીહરિના અદભૂત લીલા ચરિત્રોનું પાન કરાવાશે.

તા.9મીએ પોથીયાત્રા સવારે 8 વાગ્યે બાલાજી હનુમાન મંદિરથી નિકળી મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ સ્વામી નારાયણ મંદિરે આપશે.

તા.11 થી 13 સુધી ત્રિદિનાત્મક શ્રી વિષ્ણુયાગ યજ્ઞ યોજાશે. પ્રતિષ્ઠાભિમુખ સ્વરૂપોની નગરયાત્રા તા.1રમીએ સાંજે 4 કલાકે મુખ્ય મંદિરથી નીકળી શ્રી મહાપૂજાધામ પહોંચશે. જયાં પ્રાણ પ્રતિષ્ઠા  ઉત્સવ અને નૂતન ઘ્વજા રોહણ થશે.

મહાઆરતી પ.પૂ. 1008 આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે થશે.

આ વિષ્ણુયાત્રા યજ્ઞ મુખ્ય આચાર્યપદે સંપ્રદાય રત્ન વેદાચાર્ય શ્રી વ્રજલાલ ત્રિવેદીના કૃપા પાત્ર વેદાચાર્ય કૌશિકભાઇ અનંતરાય ત્રિવેદી બિરાજશે.

ઉત્સવને સફળ બનાવવા મુખ્ય મંદિરના કોઠારી સ્વામી રાધારમણદાસજી, બાલાજી મંદિરના મુખ્ય કોઠારી વિવેક સાગરજી, મહાપૂજાધામના ટ્રસ્ટી કિરણભાઇ છાપિયા,  નીતીનભાઇ જાગાણી, જયેશભાઇ વાઘેલા, અશોકભાઇ સુરેલિયા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.