Abtak Media Google News

રાજયસભા ચૂંટણી અંગે ભાજપ નેતાની અરજી પર સુનાવણી ૧૯ નવેમ્બરે કરશે હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે ફરી એકવાર કોંગ્રેસ નેતા અહેમદ પટેલની યાસિચા નામંજુર કરી છે. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે રાજયસભામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની યાચિકા સામે ભાજપના બલવંતસિંહ રાજપુત તરફથી આવેલી અરજીની સુનાવણી માટે હામી ભરી દીધી છે.

Advertisement

ગત વર્ષે સંસદના ઉપરી સદનમાં ચુંટાયેલા અહેમદ પટેલ માટે મોટી લપડાક છે. જજ બેલા ત્રિવેદીએ રાજપુતની અરજીની વિચારણા પર સવાલ ઉઠાવતી પટેલની અરજીને ખારી જ કરી દીધી અદાલત આ મામલે ૧૯ નવેમ્બરે વધુ સુનાવણી કરશે.

મહત્વનું છે કે અહેમદ પટેલે ગત વર્ષે રાજયસભા માટે થયેલી ચુંટણીમાં રાજપુતને રાજપૂત કોગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. ચુંટણી પંચ દ્વારા કોંગ્રેસના બાગી વિધાયક ભોલાભાઇ ગોહીલ અને રાધવભાઇ પટેલના મત રદ કર્યા બાદ ચુંટણીમાં પટેલને જીત મળી હતી.

બંનેના મત રદ થવાના કારણે જીતવા માટે જરુરી મતની સંખ્યા ૪પ થી ઓછી થઇ ૪૪ થઇ ગઇ હતી. પટેલની ચુંટણી બાદ તુરંત જ રાજપૂતે ગુજરાત હાઇકોર્ટમાં અરજી આપી બાગી નેતાના મત રદ કર્યાના આયોગના ચુકાદાને પડકાયો રાજપૂતે અદાલતમાં દલીલ કરી કે જો બે મતોની ગણતરી થઇ હોત તો તેમને જીત મળત રાજપૂતેએ પણ આરોપ લગાવ્યો છે. ચુંટણીથી પહેલા પટેલ પાર્ટીના નેતાઓને બેંગલોરના રિસોર્ટમાં લઇ ગયા હતા જે મતદાતાઓને રિશ્વત આપવા સમાન છે.

પટેલે રાજપૂતની અરજીને પડકારતા તેને રદ કરવાનો અનુરોધ કર્યો હતો. હાઇકોર્ટના ચુકાદા સામે પટેલે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી અને કહ્યું કે રાજપૂતની અરજીમાં કોઇ દમ નથી અને તેમાં કોઇ ઠોસ કારણ પણ નથી. કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ ગુજરાત હાઇકોર્ટના એપ્રિલમાં આવેલા ચુકાદાને પડકાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.