Abtak Media Google News

રેલવેમાં છેલ્લા એક વર્ષથી અઢળક સુધારા વધારા કરાયા છે. રેલવે બોર્ડના પુર્વ પેસેન્જર કમીટી સભ્ય નાગેશ નામજોષીએ ઈંદોરની શાંતિ એકસપ્રેસને રાજકોટ સુધી લંબાવવાની રજૂઆત કરી હતી કારણ કે હાલ ગાંધીનગરનું રિ-ડેવલોપમેન્ટ ચાલી રહ્યું હોવાથી ૩૦મી એપ્રીલ સુધી ઈંદોરની શાંતી એકસપ્રેસ અમદાવાદમાં બંધ રહેવાની છે. જે રિટર્ન મુસાફરી વખતે ૧૨ કલાક યાર્ડમાં રહેશે.

રેલવેએ આ ટ્રેનની સુવિધા રાજકોટ માટે પણ વધારવી જોઈએ તો રેલવેને સારા એવા મુસાફરો મળતા હોય તો કાયમી ‚પે રાજકોટમાં શાંતી એકસપ્રેસ દોડાવી શકાય છે. કારણ કે ઈંદોરથી દ્વારકા અને સોમનાથથી જવા માટે સહેલાણીઓની ભીડ રહેતી જ હોય છે. ત્યારે તેઓ રાજકોટ આવે છે. પરંતુ રાજકોટ આવવા માટે ડાયરેકટ ટ્રેનો નથી. રેલવે શાંતી એકસપ્રેસને બે વિભાગોમાં વહેચી શકાય છે. જેમાં એક ગાંધીનગર જાય તો બીજી રાજકોટ ડાયરેકટ જાય. જેથી ઈંદોરથી આવતા મુસાફરોની સુવિધા પણ વધે અને રેલવેને પણ નફો થાય. જે લોકો સૌરાષ્ટ્ર પર્યટન માટે આવવા માંગતા હોય તેમને અમદાવાદથી ટ્રેન બદલાવી પડતી હોય છે. માટે ડાયરેકટર રાજકોટની ટ્રેન શ‚ કરવામાં આવશે તો વધુ સુવિધાજનક બનશે.

ઇન્દોરથી સૌરાષ્ટ્ર પ્રવાસ આવતા લોકોની સુવિધાથી રેલવેને પણ ફાયદો થશે

ગાંધીનગરના રિ-ડેવલોપમેન્ટને કારણે ૩૦મી એપ્રિલ સુધી અમદાવાદમાં શાંતિ એક્સપ્રેસ બંધ રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.