Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા ‘સામુદાયિક વાર્ષિકતપ પારણોત્સ્તવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘સામુદાયિક વાર્ષિક તપ પારણોત્સ્તવ’માં 275થી વધુ તપસ્વીઓને પારણા કરાવવામાં આવ્યા હતા.

Whatsapp Image 2022 05 04 At 4.59.45 Pm 1

આ અવસરે મુખ્યમંત્રીએ આચાર્ય રત્નાકર સુરિશ્વરજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં. આચાર્ય શ્રી રત્નાકર સુરિશ્વરજી મહારાજે વાસક્ષેપ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આશીર્વચન પાઠવ્યા હતા મુખ્યમંત્રી જન જનના કલ્યાણ માટે બમણી શક્તિથી કામ કરે તેવી મંગલકામના આચાર્ય શ્રી રત્નાકર સુરિશ્વરજીએ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, ધારાસભ્ય રાકેશભાઈ તેમજ જૈન સંઘના સભ્યો ઉપરાંત મોટી સંખ્યામાં તપસ્વીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.