Abtak Media Google News

ઇ-વ્હિકલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગવી પહેલ: ઇ-વ્હિકલ ક્ષેત્રના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સ સાથે વન-ટુ-વન સંવાદ

અબતક, રાજકોટ

આખી દુનિયા જ્યારે કોરોના મહામારીની મુશ્કેલીઓ સામે ઝઝૂમી રહી હતી ત્યારે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ભારતવાસીઓને આત્મનિર્ભરતાનો નવો વિચાર આપી દેશના ટેકનોલોજી, ઈનોવેશન એન્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને નવી દિશા આપી છે. ઇ-વ્હિકલનું મેન્યુફેક્ચરિંગ દેશના પર્યાવરણ અને અર્થવ્યવસ્થા બંને માટે ફાયદાકારક છે, તેમ મુખ્યમંત્રીએ જણાવ્યુંં હતુ.રાજ્યમાં ઇ-વ્હિકલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની આગવી પહેલ કરતા મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઇ-વ્હિકલ ક્ષેત્રના 31 જેટલા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સને ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને રૂબરૂ મળી તેમની સાથે વન-ટુ-વન સંવાદ સાધ્યો હતો.

મુખ્યમંત્રીએ આ તકે વધુમાં કહ્યું કે, સાહસ, સૂઝબૂઝ અને આવડત ધરાવતી કોઈ પણ વ્યક્તિ ’સ્ટાર્ટઅપ’ કરી શકે છે. સરકાર હરહંમેશ રાજ્યના સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સની પડખે છે. આત્મનિર્ભર ભારતની યાત્રાનું મુખ્ય ચાલક બળ દેશના યુવા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સ અને ઇનોવેટર્સ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.  મુખ્યમંત્રીએ ઇ-વ્હિકલના અગત્યના પાર્ટ્સ જેવા કે બેટરી, ઇલેક્ટ્રિક મોટર, ચાર્જિંગ ફેસેલીટી અને રેટ્રોફિટીંગ ફેસીલીટીનું ઉત્પાદન કરતા સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સને રાજ્યની ઇ-વિહિકલ પ્રોડક્શનની ઇકોલોજીને મજબૂત કરવા બદલ વિશેષપણે બિરદાવ્યા હતા.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જે ઇ-વ્હિકલ નિર્માતાઓ સાથે વન-ટુ-વન સંવાદ કર્યો તેમા ’ગ્રીનવોલ્ટ મોબિલિટી’ સ્ટાર્ટઅપ ફાઉન્ડર સાર્થક બક્ષી, ’મોશન બ્રીઝ’ સ્ટાર્ટઅપ ફાઉન્ડર અનંતસિંહ તોમર, વિદ્યુત વ્હિકલ સ્ટાર્ટઅપ ફાઉન્ડર ધ્રુવ ઠક્કર, એન્જિક્યુબ સ્ટાર્ટઅપ ફાઉન્ડર ધર્મેન્દ્ર પટેલ, રાજ ઇલેક્ટ્રોમોટિવ્સ સ્ટાર્ટઅપ ફાઉન્ડર રાજ મહેતા, સોલાર ઇવી સ્ટેશન/ પાર્કિંગ ચાર્જિંગ સ્ટાર્ટઅપ ફાઉન્ડર શની પંડ્યા, ટેકનોવેટ મોબિલીટીના દર્પણ કડુ, એમ.સી.એસ. કાર્ગરપા રાજ અનુપમ, મેરો મોબિલિટીના સારંગ દેશપાડે, ઊટ પોર્ટફોલીયોના પરેશ પટેલ અને તેજસ વાઘેલા, નક્ષત્ર લેબ્સના પીયૂષ વર્મા, સ્પાર્ક ઇનોવેશન્સના રિતુલ શાહ, પ્લાઝમા પ્રોપલ્શનના જિજ્ઞેશ ચૌધરી, ટીમ ટીંકરર્સના સચિન પંચાલ, ઇડીથ રોબોટિક્સના પ્રણવ પટેલ, ગ્રીડન ટેક્નોલોજી પ્રા. લિ.ના જીતેશ ડોડિયા, રાયનો વ્હીકલ્સ પ્રા. લિ.ના વિશાલ ધામેચા, વ્હાઈટ કાર્બન મોટર્સ પ્રા.લિ.ના પ્રતિકસિંહ સાંખલા, ઈ-બઝ(ઊબીુુ) મોબિલિટી એલ.એલ.પી.ના શિવ શાહ, ઈકોનોમિબિલિટી ઈનોવેશન્સના શરદ પટેલ, હેલ્લો સ્ટેક મોબિલિટીના ઋત્વિજ દસાડિયા, ઈ વેગા મોબિલિટી લેબ્સના શુભમ મિશ્રા, સવારી ઈ (રેડિયલ સોલ્યુશન્સ પ્રા.લિ.)ના વ્રજ શાહ, ટ્રાન્ઝિસ્ટરના દેવેશ પટેલ, આર. કે. ઈલેક્ટ્રો વ્હીકલના અર્પિત ચૌહાણ, આર્ક ઈ બાઈસિકલના ઉમંગ પટેલ, મોનોઝના મિલન હંસાલિયા, ઈવી રેન્ટિંગ/ટ્રાન્સપોર્ટ સર્વિસિઝના પ્રચિત પટેલ, સોલાર હાઈબ્રિડ વ્હીકલના અભિષેક શાહ, ટ્રાઈસિકલના ઉજ્જવલ શાહનો સમાવેશ થાય છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.