Abtak Media Google News

મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયા બાદ પ્રથમવાર કાળીયા ઠાકોરના દર્શન કર્યા: શિવરાજપુર બીચ ખાતે ચાલતી વિકાસ કામગીરીની સમિક્ષા કરી

મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયાના 10 મહિના બાદ આજે ભૂપેન્દ્રભાઇ પટેલે દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝૂકાવ્યું હતું. તેઓએ ભગવાનની પાદુકાનું પૂજન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ તેઓએ શિવરાજપુર બીચ ખાતે ચાલી રહેલી વિકાસ કામગીરીની સમિક્ષા કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ પાદુકા પૂજન પણ કર્યું હતું

આ પ્રસંગે દેવભૂમિ દ્વારકા મંદિર ટ્રસ્ટ, તેમજ પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક , પુર્વમંત્રી મુળુભાઈ બેરા, જિલ્લા પંચાયતના ચેરમેન જે.કે.હાથિયા, જિલ્લા પંચાયતના સભ્ય લુણાભા સુમણીયા, વનરાજભા માણેક, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ વિજયભાઈ બુજડ, રમેશભાઈ હેરમા, ખેરાજ ભા કેર, મોહનભાઇ બારાઈ, નયનાબા રાણા, ધવલ ચંદારાણા, પ્રકાશભાઈ વાઘેલા, અશોકભાઈ ડાભી, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા તેમજ એસ.પી. નિતેશ પાંડે સહિતના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Img 20220722 Wa0220

ઉપરાંત હેલિપેડ ખાતે સંસદ સભ્ય પૂનમબેન માડમ, જિલ્લા પંચાયત પ્રમુખ રાજીબેન મોરી, પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક, પૂર્વ મંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા અગ્રણી વી.ડી.મોરી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, ઓખા નગરપાલિકા પ્રમુખશ્ર ઉષાબેન ગોહેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, જિલ્લા સંગઠન અગ્રણીઓ યુવરાજસિંહ વાઢેર, મયુરભાઈ ગઢવી, શૈલેશ કણજારીયા, ધનાભાઈ રબારી, ધરણાતભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા અને એસપી નિતેશ પાંડે સહિતનાએ સ્વાગત કર્યું હતું.આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી અને શિવરાજપુર બીચ ખાતે ચાલતી અલગ-અલગ વિકાસ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. આજે સાંજે દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદની મુદ્ત પૂર્ણ થતાં યોજાનારા વિદાય સમારોહમાં તેઓ ઉપસ્થિત રહેવાના હોય દ્વારકા ખાતેથી સિધા જ દિલ્હી જવા રવાના થઇ ગયા હતા. સામાન્ય રીતે કોઇપણ મુખ્યમંત્રી પદે સત્તારૂઢ થયા બાદ થોડા સમયમાં દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝૂકાવવા માટે આવતા હોય છે. પરંતુ ભૂપેન્દ્રભાઇ પટેલ 10 મહિનાના લાંબા અંતરાલ બાદ દ્વારકાધીશ મંદિરે પધાર્યા છે. તેઓએ આજે ભક્તિભાવ સાથે કાળીયા ઠાકરના ચરણોમાં શિશ ઝૂકાવ્યું હતું અને પાદુકા પૂજન પણ કર્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.