Abtak Media Google News

કેરળમાં કોરોનાગ્રસ્ત બ્રિટીન નાગરિક પર એચઆઇવીની દવા અસરકારક નીવડતા કોરોનાને કાબુમાં લેવા ઇલાજમાં નવી આશા જાગી

ચીનમાંથી ફેલાયેલા કોરોના વાઇરસને વિશ્ર્વભરને ધ્રુજાવી રહ્યું. કોરાના વાઇરસન સુધી કોઇ નિશ્ર્ચિત ઇલાજ મળ્યો ન હોવાની અસમજસા સ્થિતિ પ્રવર્તે છે તયાં કેરલના તબીબોએ કોરોના વાયરસના દર્દી એચઆઇવી સંક્રમણ  માટે ઉપયોગમાં આવતી દવાનો પ્રયોગ કરી સારુ પરિણામ મેળવ્યું છે જેથી કોરોનાના સફળ ઇલાજ મેળવવા માટે ભારતના તબીબોને યશ મળે તેવી આશા ઉભી થઇ છે. કોચી વહીવટી તંત્રના ઘ્યાને આવેલા એક કિસ્સામાં કોરોના વાયરસના દર્દી એવા બ્રિટીશના નાગરીકને એચઆઇવી માટે ભારતના તબીબોને યશ મળે તેવી આશા ઉભી થઇ છે. કોચી વહીવટી તંત્રના ઘ્યાને આવેલા એક કિસ્સામાં કોરોના વાયરસના પોઝીટીવ દર્દી એવા બ્રિટીશના નાગરીકને એચઆઇવી માટે ઉપયોગમાં આવતી એન્ટાયરેપો વાયરલ દવાઓનો પ્રયોગ કરતા આ કોરોના ગ્રસ્ત દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વિશ્ર્વભરમાં કોરોના સંક્રમણના અસરકારક ઇલાજ માટેની દવા હાથમાં આવી ગઇ હોવાની આશા ઉભી થઇ છે.

કેરલના કોચી ખાતે આવેલી અન્નાપુલમ મેડીકલ કોલેજના તબીબોને સફળતા હાથ લાગી છે. હોસ્પિટલના સુત્રો દ્વારા જારી કરેલા નિવેદનમાં જણાવાયું છે કે કોરોના પોઝેટીવ દર્દી પર એચઆઇવી માટેની ઉપયોગમાં લેવાતી રિયેનાવિલ અને લોપીનાવિલ દવાઓના ડોઝનો પ્રયોગ અસરકારક સાબિત થયો છે અને કોરોનાના પોઝીટીવી દર્દીના છેલ્લા ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. તબીબોએ જણાવ્યું હતું કે સાત દિવસના આ ડોઝ ની દર્દી પર સારી અસર દેખાઇ છુે દવા શરુ કર્યા બાદ ત્રીજા દિવસે કરવામાં આવેલા રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા. તબીબોએ બીજો ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ ર૩મી માર્ચે દર્દીની પરિસ્થિતિ  સુધરી રહી હોવાનું જાહેર કર્યુ હતું.

કોરોના વાયરસના દર્દી પર એચઆઇવીની દવાઓનો કેરલમાં પ્રથમવાર પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ દવાનું ઉપયોગ અંગે ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રિસર્ચ આઇસીએમઆર દ્વારા અપાયેલી પરવાનગી બાદ જયપુરમાં પણ કોરોના વાયરસના ઇલાજ માટે આ દવાઓનો ઉપયોગ શરુ કરવામાં આવ્યો છે. આ અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા ઓવિડ-૧૯ ના દર્દીઓ માટે એચઆઇવી દવાઓ નો ઉપયોગનો નિર્દેશ આપ્યા હતા.

કેરલના રાજય ઔષધ નિગમએ વહીવટી તંત્રને આ દવા ન્યુમોનિયાના દદીઓ માટે પણ વાપરવાની મંજુરી આપી હતી. ઓવિડ-૧૯ ચેપગ્રસ્ત દર્દીમાં આવેલા સુધારાના પગલે જીલ્લા કલેકટર એસસુહાસ દ્વારા આ દવા ઉપલબ્ધ કરાવવા અને તબીબોને ઓવિડ-૧૯ ની સારવાર માટે પ્રયાસનિક સહાય માટેની વ્યવસ્થાના પગલા લીધા હતા.

ઓવિડ-૧૯ ની સારવારનો આ અભિયાન  મેડીકલ કોલેજના પ્રિન્સીપાલ થોમસ મેથ્યુની આગેવાનીમાં હાથ ધરવામાં આવી રહી છે. આ દવાથી ઇગ્લેનડના નાગરીકનું કોરોના ગ્રસ્ત પત્નિની સારવારમાં પણ કારગત નીવડી હતી એનો તેનો રિપોર્ટ પણ નેગેટીવ આવ્યો હતો. ઇગ્લેનડથી આવેલા બે દર્દીઓ સહીત ૧૭ પ્રવાસીઓ મન્નારના હિલ સ્ટેશનમાં રજા ગાળવા આવ્યા હતા અને સ્થાનીક તંત્રએ માર્ય-૧પ ના રોજ એરપોર્ટ પરથી જ તેમને તપાસમાં લઇ પોઝેટીવ રિપોર્ટ આવતા કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.