Abtak Media Google News

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ટેસ્ટ સીરીઝ બંને ટીમો માટે ખૂબ જ મહત્વની

આગામી ૨૬ ડિસેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ મેચ સિરીઝ શરૂ થવા જઈ રહી છે ત્યારે ભારતીય ટીમને તેની ટીમની જાહેરાત પણ કરી દીધેલી છે પરંતુ હાલના સાંપ્રત સમયમાં આ ટેસ્ટ સીરીઝ બંને દેશો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબીત થશે સાઉથ આફ્રિકાની ટીમ હાલ માઈન્ડ ગેમ અને સ્લેજિંગ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી વિપક્ષી તેમને બેકફૂટ પર ધકેલી દેતું હોય છે. ત્યારે ટેસ્ટ મેચ શરૂ થતાં પહેલાં જ આફ્રિકાના દુકાને એલગરે જણાવ્યું હતું કે તેઓ સ્લેજિંગ નહીં પરંતુ ટીમ ફક્ત ક્રિકેટ ઉપર ધ્યાન રાખશે અને સીરીઝ અંકે કરવા માટેના તમામ પ્રયત્નો હાથ ધરશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જે ટેસ્ટ સીરીઝ ચાલુ થઈ રહી છે તેમાં સૌથી મોટી વાત એ છે કે સાઉથ આફ્રિકા ટીમ તરફથી જે ખેલાડીઓ મેચ રમશે તેમાં ઘણા નવોદિત ખેલાડીઓ છે સામે ભારતીય ટીમમાં વિસ્ફોટક બેટ્સમેન ઓનિ લાઈન છે ત્યારે હાલના તબક્કે એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે અને તેમાંથી ભારતીય ટીમનું પલડું ખૂબ જ ભારે છે અને તેઓ સિરીઝ જીતવાના સંપૂર્ણ પણે હકદાર છે. આફ્રિકા સિરીઝમાં નોરકિયાની ઈજા ટીમ માટે ચિંતાનો વિષય બન્યું છે નો મુખ્ય કારણ એ છે કે એન્ટ્રીક હજુ પણ ઇજામાંથી બહાર આવી શક્યો નથી.

સફેદ નહીં પરંતુ of ફિલ્ડમાં આફ્રિકા ના ખેલાડીઓને જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આફ્રિકાથી ટીમના સુકાની એ સ્પષ્ટતા કરી હતી કે તેઓ આ પ્રકારની એક પણ પ્રવૃત્તિમાં સહભાગી નહીં થાય અને તેઓ માત્ર ને માત્ર સારા ક્રિકેટ ઉપર જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી વિપક્ષી ટીમ ભારતને હરાવવા માટે ના પ્રયત્નો કરશે ત્યારે ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચેની ટેસ્ટ સીરીઝ ખૂબ મહત્વપૂર્ણ અને ઉપયોગી સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.