Abtak Media Google News

હાલ નેશનલ હાઈ-વે ઓથોરિટીની આવક માત્ર રૂ. ૪૦ હજાર કરોડ: આગામી ૩ વર્ષમાં આવક ત્રણ ગણો કરવાનો નિર્ધાર

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની આવક વધારવાની વાત કરી છે. એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું છે કે, હાલમાં ઓથોરિટી માત્ર રૂ. ૪૦ હજાર કરોડની કમાણી કરે છે પરંતુ તેમનો લક્ષ્ય આગામી ૩-૫ વર્ષમાં તેને વધારીને રૂ. ૧.૪૦ લાખ કરોડ કરવાનો નીર્ધાર છે.

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, કોઈપણ દેશની પ્રગતિ માટે તેની આર્થિક પ્રગતિ ખૂબ જ જરૂરી છે. તેથી સરકારનો પ્રથમ એજન્ડા દેશને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનો છે. તેમણે કહ્યું કે, કોઈપણ દેશ ત્યારે જ આર્થિક રીતે સમૃદ્ધ બને છે જ્યારે સરકાર તે દેશના ગ્રામીણ અને આદિવાસી વસ્તીના વિસ્તારોમાં આર્થિક પ્રગતિ માટે કામ કરે છે.

તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ દેશને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ત્યાંની વસ્તીને પાયાની સુવિધાઓ પૂરી પાડવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, ભારત સરકાર તેના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોની પ્રગતિ માટે સતત કામ કરી રહી છે અને વ્યક્તિની માથાદીઠ આવક વધારવા માટે કામ કરી રહી છે. અમે તે દિશામાં કામ કરી રહ્યા છીએ જેથી કરીને દેશની જીડીપી વધી શકે અને ભારત આત્મનિર્ભર બની શકે.

તેમણે કહ્યું કે દેશની જીડીપી વધારવા માટે નાગરિકોની કેપિટલ આવકમાં વધારો કરવાની ખૂબ જ જરૂર છે.  નોંધનીય છે કે આ પહેલા યુપીમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ગડકરીએ યુપીના મુખ્યમંત્રીને વચન આપ્યું હતું કે જો તેઓ ફરીથી ચૂંટણી જીતશે તો ઉત્તર પ્રદેશના રસ્તાઓને અમેરિકા જેવા બનાવી દેશે.

જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, હું તમને વચન આપું છું કે ફરી એકવાર તમે યોગી સરકારને ચૂંટણી જીતાડશો અને તેઓ યુપીના રસ્તાઓને યુરોપિયન સ્ટાન્ડર્ડ નહીં પરંતુ અમેરિકા જેવા બનાવશે. તેમણે વધુમાં કહ્યું કે, તે જૂઠું બોલતા નથી અને તેઓ જે વચન આપી રહ્યા છે તે ચોક્કસપણે પૂર્ણ કરશે.

નોંધનીય છે કે, કેન્દ્રીય પરિવહન પ્રધાન ગડકરીએ ૨૦ ડિસેમ્બરે જૌનપુરના મચલીશહરમાં આયોજિત એક બેઠકમાં જિલ્લામાં ૧૫૩૮ કરોડના ખર્ચે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો (૮૬ કિમી) અને ૩૪૮ અન્ય વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.