અકિલા આયોજીત બેસ્ટ ઓફ ધ બેસ્ટ જંગમાં શ્રેષ્ઠ રાસવીરને કાલે સર્વશ્રેષ્ઠ બનવાની સુવર્ણ તક

શિતલ ચોકમાં સોનમ ગરબા ગ્રાઉન્ડ ખાતે કાલે સાંજે અર્વાચિન રાસોત્સવ

રાજકોટમાં સતત પંદર વર્ષથી અકિલા ‘બેસ્ટ ઓફ ધ બેસ્ટ’ રાસોત્સવનું આયોજન કરનારા આયોજકો પણ આ વખતે ખેલૈયાઓને મોજ કરાવવા મેદાને આવી ગયા છે. પ્રેસ ફોટોગ્રાફર અશોક બગથરીયા, ધર્મેન્દ્રદસિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ વર્ષે 150 ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક ચોક, સોનમ ગરબા ગ્રાઉન્ડ ખાતે તા.6/10ના રોજ ગુરૂવારે સાંજે 7 થી 10:30 સુધી ભવ્ય રાસોત્સવ યોજાશે. જેમાં શહેરના તમામ અર્વાચીન રાસોત્સવના વિજેતા-ચુનંદા ખેલૈયાઓ વચ્ચે ‘બેસ્ટ્ ઓફ ધ બેસ્ટ’નો ખરાખરીનો જંગ જામશે.

અકિલા બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવમાં ઓરકેસ્ટ્રા ટીમમાં જીલ એન્ટેરટેઇનમેન્ટ એન્ડ મિડીયાના નેજા તળે ગાયકો વિશાલ પંચાલ, અશ્ર્વિની મહેતા સહિતના રંગ જમાવશે. જ્યારે ઋષિ દવે અને તેની સાથે આકાંક્ષા ગોંડલીયા એન્કરીંગની જવાબદારી નિભાવશે.

અકિલા બેસ્ટ ઓફ ધ બેસ્ટ રાસોત્સવની એક ખાસીયત લાખેણા ઇનામો પણ છે. એક જ દિવસ માટેના આ રાસોત્સવમાં ચુનંદા ખેલૈયાઓ વચ્ચેના આ રાસોત્સવમાં વિજેતાઓને બાઇક, એલઇડી, ફ્રિઝ, વોશીંગ મશીન સહિતના ઇનામોથી નવાજવામાં આવે છે.

રાસોત્સવનું ઉદ્દઘાટન પ્રસંગે પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મેયર ડો.પ્રદિપ ડવ, કલેક્ટર અરૂણ મહેશ બાબુ, મ્યુની.કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, ખુરશીદ અહેમદ, મનોહરસિંહ જાડેજા, મૌલેશભાઇ ઉકાણી, ડો.પાર્થરાજસિંહ ગોહેલ, સુધીરકુમાર દેસાઇ, નીતિનભાઇ ભારદ્વાજ, ભુપતભાઇ બોદર, પુષ્કમર પટેલ, નીતિનભાઇ નથવાણી તથા મુખ્ય અતિથિ ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મિરાણી, ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂ, નરેન્દ્રભાઇ સોલંકી, રાજદિપસિંહ જાડેજા, યોગેશભાઇ પુજારા, અનિલભાઇ રાઠોડ, બાલાભાઇ પટેલ, દિપકસિંહ જાડેજા, દિપક વી. કોઠીયા, રાકેશભાઇ પોપટ, ઉદયભાઇ કાનગડ, હેમરાજભાઇ પાડલીયા, અનિલભાઇ દેસાઇ, કમલેશભાઇ શાહ, વિભાશભાઇ શેઠ, સુજીતભાઇ ઉદાણી તેમજ અતિથિ વિશેષ તરીકે ભાનુબેન બાબરીયા, મહેશભાઇ ચૌહાણ, ગુણવંતભાઇ ડેલાવાળા, વિનુભાઇ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા, જયેશભાઇ ઉપાધ્યાય, પરેશભાઇ ગજેરા, હસમુખભાઇ એન. ભગદેવ, ડી.કે.સખીયા, ઘોઘુભા જાડેજા, ખોડુભા જાડેજા, ભાવેશભાઇ પટેલ, દિવ્યેશભાઇ રાજદેવ, રાકેશભાઇ રાજદેવ, દિનેશભાઇ ચોવટિયા, ગાયત્રીબા વાઘેલા, નાગદાનભાઇ ચાવડા, યુસુફભાઇ માંકડા,  મહેશભાઇ રાજપૂત ઉપસ્થિત રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધારશે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અશોક બગથરીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અશોકભાઇ પટેલ, આશિષભાઇ વાગડીયા, ભુપતભાઇ બસીયા, મિલનભાઇ કોઠારી, જગદીશભાઇ પટેલ, જયેશભાઇ સોરઠીયા, દિપેન તન્ના, રોહિત પટેલ, પારસભાઇ રાઠોડ, જય ખારા, સુખદેવસિંહ ઝાલા, જીતુ રાઠોડ, પારસ સંઘાણી, સુરૂભા જાડેજા, જય બોરીચા, કિશન સખીયા, બાલાભાઇ વાજા, સંદિપ બગથરીયા, યોગેશ બગથરીયા, પ્રશાંત ગોંડલીયા, નિરવ વાઘેલા, ધવલ પરમાર અને સંદિપ બગથરીયા જહેમત ઉઠાવી રહ્યા છે.