Abtak Media Google News

હાલ બેંક ડિફોલ્ટર ઘણી વખત બેન્કોને ચુનો ચોપડી ભારત છોડી ચાલ્યા જતા હોય છે.

પહેલા માત્ર સરકાર જ બેંક ડિફોલ્ટરો સામે લૂક-આઉટ નોટીસ કાઢતી પણ ડિફોલ્ટરોની સંખ્યામાં વધારો થતા બેંક લૂક આઉટ નોટીસ કાઢવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. જેથી સરકારે પબ્લીક સેકટર બેંકનાં સીઈઓને તેમના બેન્ક ડિફોલ્ટરો માટે લૂક આઉટ નોટિસ કાઢવા અધિકાર આપ્યો છે.

આ કાર્ય કરવા પાછળ મુખ્ય કારણ એ છે કે, વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોકસી બેંકોને ચુનો ચોપડી દેશ છોડી વયા ગયા છે. જેને પકડવા સરકારને પણ ઓળા આવી ગયા છે ત્યારે સરકારે પબ્લીક સેકટર બેંકના સીઈઓને અધિકાર આપી દીધો છે કે તે તેમના બેંકના ડિફોલ્ટરો વિરુઘ્ધ લૂક આઉટ નોટીસ કાઢી શકે જેથી સરકારનો સમય પણ બચી જાય.

આ કરવા પાછળ મીનીસ્ટ્રી ઓફ હોમ એફેર્સના ઈન્ટર મીનીસ્ટ્રીયલ પેનલે સરકારને ભલામણ કરી હતી. આ કાર્યને અનુલક્ષી રાજીવકુમારે જણાવ્યું હતું કે, આ કાર્ય બેન્કીંગ પ્રણાલીને સુચરુ રુપથી ચલાવી શકાય અને સરકારનું ભારણ ઘટાડી શકાય તે માટે કરવામાં આવી રહ્યું છે. જયારે નિરવ મોદી અને તેમના કાકા મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકને ચુનો ચોપડી વયા ગયા હતા.

ત્યારે ફાઈનાન્સ મીનીસ્ટ્રીએ પબ્લીક સેકટર બેંકને જણાવ્યું હતું કે, ૫૦ કરોડથી વધુ લોન લેનાર વ્યકિતએ બેંક ડિટેલ અને પાસપોર્ટ ડિટેલ આપે ત્યારે સરકાર માટે માત્ર પાસપોર્ટની વિગતો પરીપૂર્ણ ન હતી પરંતુ કોઈ નકકર પગલા લેવા તે જરુરી બન્યું હતું. જેથી સરકાર દ્વારા પબ્લીક સેકટર બેંકોને અધિકાર અપાયો કે તે તેમના બેંક ડિફોલ્ટરો ઉપર લૂક આઉટ નોટિસ કાઢી શકે. ફાઈનાન્સીયલ સર્વિસીસ વિભાગે તમામ પબ્લીક સેકટર બેંકમાં સીઈઓને આ અધિકાર આપી દેવામાં આવ્યો છે.

માર્ચ-૨૦૧૬માં કિંગફિશર એરલાઈનને લોન મળતાની સાથે જ વિજય માલ્યા ભારત છોડી ચાલ્યા ગયા હતા. જેઓને બેંકે ડિફોલ્ટર જાહેર કર્યા હતા. વધુમાં સંસદે પણ ફેયુગીટીવ ઈકોનોમીક ઓરેન્ડર બીલ ૨૦૧૮ને પાસ કર્યું હતું જેમાં ઓથોરીટીઝને પાવર અપાયો હતો કે બેંક ડિફોલ્ટરો સામે કડક પગલા લઈ શકે. વિતમંત્રી અરુણ જેટલીએ તેમની ૨૦૧૮-૧૯ની બજેટ સ્પીચમાં જણાવ્યું હતું કે, સરકાર ડિફોલ્ટરો સામે કઈ રીતે કડક પગલા લઈ શકે તે માટે કાયદો બનાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.