Abtak Media Google News

બુટલેગરોની નવી મોડ્સ ઓપરેન્ડી ભેદતું પેરોલ ફ્લો સ્કવોડ

પોલીસ દ્વારા શહેરમાં દારૂની હેરાફેરી થતી હોવાના કારણે પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે.ત્યારે પોલીસ પકડી ના સકે તે માટે બુટલેગરો દ્વારા અવનવી મોડ્સ ઓપરેન્ડીસ કરવામાં આવે છે ત્યારે બુટલેગરો દ્વારા એમ્બ્યુલન્સમાં દર્દીની જગ્યાએ દારૂની હેરાફેરી કરતા હોવાની પોલીસને મળતા પેરોલ ફ્લો સ્કવોડ દ્વારા રાજકોટ બાયપાસ રોડ સોખડા ચોકડી નજીકથી દરોડો પાડી સદભાવના હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ધરપકડ કરી દારૂની 59 બોટલો કબ્જે કરી ધોરણસરની કા્યવાહી હાથધરી છે.જ્યારે દારૂ મોકલનાર મૂળીના શખ્સ ની શોધ ખોળ હાથધરી છે.

વિગતો મુજબ પેરોલ ફલો સ્ક્વોડના પી. એસ. આઇ.કે. ડી.પટેલ હેડ.કોન્સ. જયદીપસિંહ, સિરજભાઈ અને યોગેન્દ્રસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે જામનગર રોડ પર દરોડો પાડી સદભાવના હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી કરતા વિજય વાઘેલા,સુરેશ જીતિયા અને નરેશ ઉર્ફે નટુ જિતિયાની ધરપકડ કરી દારૂની કુલ.59 બોટલો કબજે કરી છે.જ્યારે પૂછતાછમાં દારૂ મોકલનાર ચાપરાજ કાઠીની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.