ગાંધીધામમાં દેશી દારૂનો વેપલો ચલાવતા ત્રણ મહિલા સહીત ચાર ઝડપાયા

પોલીસે કુલ રૂ. છ હજારનો મુદામાલ કબ્જે કરી આઠ શખ્સોની કરી શોધખોળ

ગુજરાત પોલીસ દ્વારા દેશી દારૂના વેપલા પર ધોસ બોલાવી છે ત્યારે ગાંધીધામમાં દેશી દારુની ભઠ્ઠી પર રેડ પાડી પોલીસે ત્રણ મહિલા સહીત ચાર શખ્સોની અટકાયત કરી કુલ રૂ. છ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે ફરાર આઠ શખ્સોની શોધખોળ કરી છે.

ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટાફની અલગ  અલગ ટીમો બનાવી  વહેલી સવારનાં ગાંધીધામ કાર્ગો ઝુંપડા વિસ્તારની અંદર દેશી દારૂ બનાવતા ઇસમોનાં રહેણાંક મકાનો તથા જગ્યાઓ ઉપર રેઇડો કરી મુદામાલ તથા આરોપીઓ પકડી પાડી તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે .પકડાયેલ આરોપીઓ રમીલાબેન જીલાજી,   સાજન પોપટભાઈ નટ,  બરફીબેન વિજયભાઈ નટ,  ચોકીન અમરાભાઈ નટ,  રેખાબેન નરેશભાઈ નટ

હાજર ન મળી આવેલ આરોપીઓ શીવરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા,  ગોમીબેન રમેશભાઇ ઠાકોર,  આશાબેન પ્રવિણભાઇ ઠાકોર,  ભાનુબેન જયંતીભાઈ ઠાકોર, મંજુબેન રમેશભાઈ ઠાકોર , શનિબેન ચંદુભાઇ ઠાકોર,  અરવિંદભાઈ ધારશીભાઈ દેવીપુજક, રતેજલબેન અશોકભાઇ દેવીપુજક ની શોધખોળ કરી છે.પોલીસે કબ્જે કરેલ મુદ્દામાલ દેશી દારૂ બનાવવાનો આથો લિટર -2100 કિ.રૂ. 4200   દેશી દારૂ લિટર  104 કિ.રૂ. 2080 /  કુલ મુદ્દામાલ 6280 કબ્જે કર્યો છે.