Abtak Media Google News

આનંદ, સોઢા, કામદાર, વિધાનિકુંજ, બાલાજી, અર્પિત, ક્રાઇસ્ટ, મુરલીધર, એચ.એન.શુકલ નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ કોવિડ વોર્ડમાં માઇલ્ડ અને એ-સેન્ટેમેટીક દર્દીઓની વ્હારે આવશે

અત્યારના મહામારીના સમયમાં એકબીજાના પૂરક બનીને માનવ સાંકળ બનવાનો સમય આવી ગયો છે. ભારત માનવ સાંકળ બની અત્યારે કામ કરી રહ્યું છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલની આગેવાનીમાં ગુજરાત અત્યારે કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે ખુબ અસરકારક કામગીરી કરી રહી છે. ઓલ ગુજરાત સેલ્સ ફાયનાન્સ નસીંગ કોલેજ એસો. મહામારીના આ સમયમાં માનવ સાંકળ બની જેટલું બને એટલું ગુજરાતની જનતાને અને ગુજરાત સરકારને મદદ કરવા માટે હરહંમેશ તત્પર રહે છે.

રાજકોટ અંતર્ગત આનંદ નસીંગ કોલેજ, સોઢા નસીંગ કોલેજ, કામદાર નસીંગ કોલેજ, વિઘાનિકુંજ નસીંગ કોલેજ, બાલાજી નસીંગ કોલેજ, અર્પીત નસીંગ કોલેજ, ક્રાઇસ્ત નસીંગ કોલેજ, મુરલીધર નસીંગ કોલેજ, એચ.એન. શુકલ નસીંગ કોલેજ દ્વારા અંદાજે ર૦૦ નસીંસ જે કોલેજના વિઘાર્થીઓ નસીંગ અંતર્ગત અભ્યાસ કરી છે એ તમામને પ્રોત્સાહિત કરી રાજકોટ જીલ્લાની સેવા કરવા માટે મોટીવેટ કરવામાં આવ્યા છે.

આ તમામ ર૦૦ નસીંસને રાજકોટ  જીલ્લાના તમામ કોવિડ સેન્ટરમાં માઇલ્ડ અને એ-સીન્ટેમેટીક પેશન્ટ માટે નિયુકત કરવામાં આવશે.

આ તમામ નસીંગને ચેપ ન લાગે એ માટે વહીવટી  તંત્ર અને સેલ્ફ ફાયનાન્સ કોલેજ એસો. દ્વારા મેડીકલ પ્રોટેકશન કીટ એટલે કે પી.પી.ઇ. કીટ જરુરી પ્રીકોશનરી દવા, રોજ સવાર-સાંજ બહેનો તથા ભાઇઓને નાશ લેવાની સગવડતા એમને વિટામીન-સી, વિટામીન-ડી અને એમનો ઇન્યુનીટી પાવર જળવાઇ રહે એ માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવશે.

આ તમામ નસીંસ ખૂબ ઉત્સાહથી કામ કરી શકે એ માટે દર સાત દિવસે એમને માનસીક રીતે સ્વસ્થ રહે એ માટે એમનું બુસ્ટર વ્યાખ્યાનમાળા પણ રાખવામાં આવશે.

આ માનવ સાંકળ બનવા માટે તમામ સેલ્ફ ફાયનાન્સ નસીંગ કોલેજનાં ટ્રસ્ટી ઓ ડો. મેહુલ રૂપાણી, સંજયભાઇ વાઘર, કિશોરભાઇ સોઢા, નરેન્દ્રભાઇ સીનોજીયા, પરેશભાઇ કામદાર, ભાર્ગવભાઇ રાઠોડ, રેવ ફાધર જોમોન, મનસુખભાઇ ધડુક, શૈલેષભાઇ કામલીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે સાથો સાથ તમામ કોલેજના પ્રિન્સીપાલ નવીનકુમાર, કે શામપ્રસાદ જેનેથ જસ્ટીન, પ્રિયેશ જૈન, અનીશ વા. બીનુ જો, જીંજલા મોહિની, પ્રિયંકા ચૌધરી, લક્ષ્મીપ્રિયા દાસ, કિંજલ પટેલ, અનિલ, રમણીક વાઘેલા, કાર્તિકા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.