Abtak Media Google News

જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને તથા વધતા જતા મૃત્યુ દરને રોકવામાં વહીવટી ક્ષેત્રે પડતી મુશ્કેલીના નિવારણ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત

સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરી રાજકોટમાં છેલ્લા ઘણાં દિવસોથી કોરોના મહામારીએ અજગરી ભરડો લીધો છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને તેમજ વધતા જતા મૃત્યુ દરને રોકવામાં રાજયનું આરોગ્ય તંત્ર વામણુ પુરવાર થયુ છે. આ પરિસ્થિતમાં નકકર કામગીરી અને લાંબાગાળાના આયોજન વગર મહામારી સામે લડવુ અશકય છે ત્યારે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી કોરોનાના દર્દીઓ આવે છે જેથી મેડીકલ સારવારના અનેક પ્રશ્ર્નો ઉભા થાય છે ત્યારે આ મુદાઓ ધ્યાન ઉપર મુકી સિવિલ હોસ્પિટલ તેમજ કોવિડ સેન્ટરના વહીવટી જવાબદારીઓની ફાળવણી કરવામાં આવે તો ડોકટરો, દર્દીઓ અને દર્દીઓના સગા-સબંધીઓને કાર્ય કરવામાં થોડી સુગમતા મળી શકે તેમ છે. આ અંગે તાત્કાલીક ઘટતુ કરી તેમજ સરકાર દ્વારા પણ ધ્યાને લઇને આ બાબતે સબંધિત અધિકારીઓનું ધ્યાન દોરી જરૂરી મુદ્દાઓને ધ્યાને લઇને કાર્યવાહી કરવા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

જેમાં સિૃવિલ હોસ્પિટલના (ડો.) ચિકિત્સા સાથે સંયુકત રીતે ખાનગી ડોકટરોને ફાળવી દર્દી તેમજ વોર્ડની ફાળવણી કરી ફરજ સોંપવામાં આવે, ડી.સી.એસ.સી. સમરસ છાત્રાલયમા ખાનગી ડોકટર (ચિકિત્સક) ફાળવણી કરી ફરજ સોંપવામાં આવે જેથી સિવિલ હોસ્પિટલના ડોકટરો કોવિડ હોસ્પિટલ ધ્યાન કેન્દ્રીય કરી શકે. નોન કિલનિક પેપર વર્ક ‘પેરા મેડીકલ સ્ટાફ’ અને એમ.એસ. ડબલ્યુ (એમ.એસ.ડબલ્યુ)ને ઓર્ડર દ્વારા ફાળવવામાં આવે જેથી રેસીડેન્સી ડોકટરો સારવાર પર ધ્યાન કેન્દ્રીત કરી શકે.

ઉદાહરણ તરીકે: સબંધીઓને જી.સી.ની. નબળી સ્થિતિ અને મૃત્યુની જાણકારી, દર્દીઓના સી.સી.સી. અને નોનો કોવિડ વોર્ડમાં સ્થળાતંરણની જાણકારી આપવી વિ. બાબતો, મેડિસિન વિભાગની તમામ ફેકલ્ટીઓ અને અડધો-અધડ રેસીડેન્ટ ડોકટરોને કોરોના ડયુટી આગામી ૧૦ દિવસ માટે કોવિડ પરિભ્રમણ વિના આઇ.સી.એમ.આર.માર્ગદર્શિકા મુજબ આપી છે. તેનાથી દરેકના શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે.ડોકટરો (ચિકિત્સા) વિભાગના ત્રણ ડોકટરો (ચિકિત્સક)ને વહીવટી ફરજો આપવામાં આવી છે. ડો. આરતી ત્રિવેદી (પ્રાદેશિક નોડલ અધિકારી), ડો. મેઘલ અનડકટ (નોડલ અધિકારી), ડો. મહેશ રાઠોડ (ફકત વીઆઇપી દર્દીઓ માટેની વિશેષ ફરજ પરના અધિકારી) જેના લીધે તબીબી કાર્ય માટે ડોકટરોની અછત છે. વગેરે મુદાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.