Abtak Media Google News

લોધિકાના સામાજીક આગેવાનો અને સરપંચે વાહન-વ્યવહાર મંત્રીને રજુઆત કરી

તાકીદે યોગ્ય નિણય નહીં થાય તો ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

લોધિકા તાલુકો હોવા છતાં એસ.ટી તંત્ર દ્વારા આ પંથકને અન્યાય કરે છે તેવું દેખાય છે અહીં લાંબા રૂટની એક પણ બસ ફાળવવામાં આવેલ નથી તાલુકા મથક હોવા છતાં અહીં એક પણ એસ.ટી બસ નાઈટ વોલ્ટ કરતી નથી વધુમાં અવાર-નવાર બસ બંધ કરી દેવી સમયમાં આડેધડ ફેરફાર કરી એસ.ટી.ને ખોટના ખાડામા ધકેલવાની નોબત સ્પષ્ટ દેખાય આવે છે .

Advertisement

આ અંગે સામાજિક કાર્યકરોએ કરેલ રજૂઆતમાં જણાવ્યું છે કે અનેક વખત એસ.ટી તંત્રના મનસ્વી વહીવટ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા થોડા સમય પૂરતા જ આ તરફના રૂટો નિયમિત થાય છે પરંતુ પાછી એની એ જ પરિસ્થિતિમાં નિર્માણ થઈ જાય છે જાણે આ વિસ્તારમાં તાલુકાના ગામોને ઈરાદાપૂર્વક કિન્ના ખોરી રાખી અન્યાય કરવામાં આવે છે. રાજકોટ થી આ વિસ્તારમાં દોડતા અનેક રૂટો મનસ્વી રીતે બંધ કરી દેવામાં આવે છે તેમજ મનસ્વી રીતે ટાઈમ ટેબલમાં ફેરફાર કરી દેવાતા  ટ્રાફિક ઓછો હોવાનું બહાનુ આગળ ધરી રૂટ રદ કરી દેવામાં આવે છે.

છેલ્લા 30 વર્ષથી વધુ સમય થી ચાલતો હડમડીયા રાજકોટ વાયા પાળ રાવકી ચીભડા લોધીકા મેંગણી આ રૂટ ત્રણ દિવસથી બંધ કરી દેવામાં આવેલ છે પરિણામે વહેલી સવારે અભ્યાસ અર્થ રાજકોટ જતા જૂની મેંગણી ચીભડા પાળ વિગેરે ગામના વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે વધુમાં આ રૂટ રાજકોટ થી હડમડિયા જવા 5:30  કલાકે ઉપાડતો પરંતુ એસ.ટી તંત્રના અણધડ નિર્ણયથી આ રૂટ ને રાજકોટ થી ગોંડલ થઈ હરમડમડીયા કરી દેવામાં આવતા સાંજે અભ્યાસ પૂર્ણ કરી પરત ફરતા વિદ્યાર્થીઓ ઉપરાંત આમ મુસાફર જનતા પરેશાની ભોગવી રહીયા છે વધુમાં આ સારી આવક રડી આપતો રૂટને અઠવાડિયામાં બે- ચાર વાર કેન્સલ કરી દેવામાં આવે છે આ બસ રૂટ નિયમિત ચાલે તે માટે અનેક ફરિયાદો કરવા છતાં તંત્ર વાત ધ્યાને લેતું નથી.

રાજકોટથી ચાંદલી વાયા રાવકી પાળ લોધિકા રૂટ પણ બંધ !

આ ઉપરાંત રાજકોટ ચાંદલી વાયા મેટોડા લોધીકા રૂટને બંધ કરી દેવામાં આવેલ છે તે ઉપરાંત રાજકોટ ચાંદલી વાયા રાવકી પાળ લોધીકા રાજકોટ થી 11:00 કલાકે ઉપડતી રૂટને બંધ કરી દેવામાં આવેલ છે આવી રીતે આ તાલુકાના અનેક રૂટ બંધ કરી દેવામાં આવેલ છે.  ઉપરોક્ત રજૂઆત પ્રત્યે લોધીકા ના સામાજિક કાર્યકર મનુભાઈ સોલંકી  અશોકભાઈ વસોયા, ગૌરવ હંસોરા લોધીકા ના સરપંચ સુધાબેન વસોયા ઉપ સરપંચ દિલીપભાઈ મારકણા સહીત ગામના આગેવાનો પણ આ અંગે યોગ્ય અમલ નહીં કરવામાં આવે તો આગળ ગાંધી ચિંન્ધીયા માર્ગ યોગ્ય કાર્યવાહી કાર્યક્રમ હાથ ધરવાની ફરજ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.