Abtak Media Google News

રાજકોટના કુલ 30 રૂટ ત્રણ દિવસ માટે કેન્સલ કરાયા: પંચમહાલથી આવતી દ્વારકા, જામનગર કચ્છ, જૂનાગઢ, ભાવનગર સહીતની તમામ બસો ચાર દિવસ માટે રદ

સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો

Advertisement

બિપરજોય વાવાઝોડાની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. વાવાઝોડું હાલ પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડાને લઈને સૌરાષ્ટ્ર તરફ આવતી એસટી ડેપોના તમામ રૂટ બંધ કરાયા હતા.

સૌરાષ્ટ્ર-કચ્છની 90 ટ્રેનો રદ : 47 ટ્રેનો ટૂંકાવાઈ

વાવાઝોડાને ધ્યાનમાં રાખીને વિભાગીય કચેરીની સૂચના બાદ હાલમાં હાલ અચોક્કસ મુદ્દત સુધી નવી સૂચના ના મળે ત્યાં સુધી  એસટી ડેપોના તમામ રૂટ બંધ રહેશે. તે ભારતીય રેલવે વિભાગે 90 ટ્રેનો રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. પોરબંદર રેલવે સ્ટેશનની ઉપડતી તમામ ટ્રેનો પણ રદ્દ કરાઇ હતી. વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.

8 જિલ્લામાંથી 6827 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

રાજકોટની કુલ 30 જેટલી બસો કે જે પોરબન્દર, વેરાવળ, કચ્છ, જૂનાગઢ જતી બસો કેન્સલ કરવામાં આવી છે.જોખમી મકાન, છાપરાં, દીવાલની નજીક કોઈ બસ પાર્ક નહીં કરવા ખાસ સૂચના અપાઈ છે.

બિપરજોયનું જોર કહેવા પૂરતું ઘટ્યું, ખતરો બરકરાર

ઉપરાંત બે દિવસમાં જરૂર પડશે તો દરિયાકાંઠાના વિસ્તારના રૂટ રદ કરી દેવામાં આવશે. તેમજ દરેક બસમાં ડીઝલનો જથ્થો પૂરતો રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.