Abtak Media Google News

અન્ય રાજયોમાથી પણ વેપારીઓ ખરીદી કરવા માટે ગોંડલ  આવી પહોચ્યા

સૌરાષ્ટ્ર મા અવ્વલ નંબર ધરાવતા  ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત મરચાની આવક નોંધાઈ છે સાનિયા, રેવા, 307, 702, તેજા અને કાશ્મીરી મરચાની  રોજિંદા 1000 થી 1200 ભારી ની મરચા ની આવક જોવા મળે છે ગોંડલીયા મરચા ની ખરીદી કરવા કર્ણાટક, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, એમ.પી, યુ.પી, અને મહારાષ્ટ્ર ના વેપારી યાર્ડ માં આવી પોહચ્યા છે. ગૃહિણીઓ દ્વારા આખા વર્ષ ના મસાલા એકી સાથે બનાવી લેતા હોઈ છે ત્યારે તેમની પ્રથમ પસંદગી ગોંડલીયા મરચાની હોઈ છે.

Advertisement

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ યાર્ડ માં રોજિંદા 1200 થી 1500 ભારી મરચાની આવક જોવા મળે છે સરેરાશ 8 દિવસ માં 8000 ભારી મરચાની આવક થઈ છે  હરરાજીમાં 20 કિલોના મરચાના ભાવ 3500 /- થી 5000 /- સુધીના ભાવ ખેડૂતો ને મળ્યા હતા ગોંડલ નું મરચું સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે ગત વખતની સરખામણીમાં ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ જવા પામી છે યાર્ડ માં રોજિંદા 3000 થી 3500 ભારી મરચનું વેચાણ થાય છે.

રાજસ્થાન ના બિકાનેર ના સી.પી.મોદી અને સંદીપ નામના વેપારી એ જણાવ્યું હતું કે અમે 5 વર્ષ થી યાર્ડ માં મરચા લેવા માટે આવી છીએ રાજસ્થાન તરફ રીંકલવાળા (સાનિયા, રેવા) મરચાની માંગ વધુ છે એ મરચા ની આવક વધારે ગોંડલ યાર્ડ માં આવે છે.પહેલા મધ્યપ્રદેશ મા મરચા ની ખરીદી કરવા જતાં હતા. પણ 2 વર્ષ થી વાઈરસ ની ફરિયાદો આવે છે જે મરચા અમારે જોઈએ છે તે મરચા અમને ગોંડલ યાર્ડ માંથી મળી રહે છે સારી ક્વોલિટી ને કારણે અમે ગોંડલ યાર્ડ ને વધુ પસંદ કરીએ છેએ.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરૂણભાઈ પાંચાણીએ  જણાવ્યું હતું કે ગોંડલિયા મરચાં ની રોજિંદા 1200 થી 1500 ભારીની આવક જોવા મળે છે મરચાંની ખરીદી કરવા  કર્ણાટક, રાજસ્થાન, યુ.પી, એમ.પી, તેલંગણા, કેરેલા, સહિતના રાજ્યોમાંથી વેપારીઓ મરચાની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવી પોહચ્યા છે.

ઉંઝા કરતા ગોંડલ યાર્ડમાં જીરાના ઉંચા ભાવ બોલાયા

હાલ ગોંડલ મા્કે ટીંગયાર્ડ માં તમામ જણસી ની આવક જોવા મળી રહી છે ત્યારે આજે 3500 ગુણી જીરું ની આવક જોવા મળી હતી.  હરરાજી માં 20 કિલો જીરું નો  5000 થી 5800 સુધીના ખેડૂતો ને ભાવ મળ્યા હતા જીરાનું હબ ગણાતા ઊંઝા માર્કેટયાર્ડ કરતા જીરા નો ઉંચો ભાવ  ગોંડલ માર્કેટયાર્ડ માં હરરાજી માં બોલાયો હતો. સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો જણસી વેચવા માટે હંમેશા ગોંડલ માર્કેટયાર્ડજ પસંદ કરે છે ભાવનગર, અમરેલી, જૂનાગઢ,  ગીર સોમનાથ, અને પોરબંદર ના ખંભાળિયા તાલુકામાંથી વધારે ખેડૂતો જીરું લઈને ગોંડલ માર્કેટયાર્ડ માં આવી પોહચે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.