Abtak Media Google News
  • યુપી વોરિયર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી 8 વિકેટે 138 રન બનાવ્યા, જવાબમાં દિલ્હીની ટીમ 19.5 ઓવરમાં 137 રન બનાવીને ઓલઆઉટ

Cricket News : દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં શુક્રવારે UP વોરિયર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળ્યો હતો. આ મેચના અંતિમ ઓવરમાં UP વોરિયર્સે દિલ્હી કેપિટલ્સને માત્ર 1 રનથી હરાવીને મુકાબલો જીત્યો હતો. આ મેચમાં વધુ એક રેકોર્ડ પણ બન્યો હતો. UPની ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ વિમેન્સ પ્રીમિયર લીગમાં હેટ્રિક લેનારી પ્રથમ ભારતીય ખેલાડી બનીને ઈતિહાસ રચ્યો છે.

Deepti

દીપ્તિએ આ ખેલાડીઓને આઉટ કરી હતી

મેચમાં દીપ્તી શર્મા બે ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઈને હેટ્રિક પૂરી કરી હતી. દીપ્તિના શાનદાર પ્રદર્શનની શરૂઆત કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગને લેગ-બિફોર વિકેટ દ્વારા આઉટ કરીને થઈ હતી. આ પછી દીપ્તિ શર્માએ 19મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને એનાબેલ સધરલેન્ડ અને અરુંધતી રેડ્ડીની વિકેટ લીધી. આ વિકેટોએ દિલ્હી કેપિટલ્સને યુપી વોરિયર્સ સામે 1 રનથી હારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. દીપ્તિની હેટ્રિક ટુર્નામેન્ટમાં એક રેકોર્ડ છે. કારણ કે, તે આ એડિશનમાં પ્રથમ હેટ્રિક હતી. જો કે, તે સમયે મેદાનથી લઈને કોમેન્ટ્રી સુધી કોઈને ખ્યાલ નહોતો કે દીપ્તિએ હેટ્રિક લીધી છે.

દીપ્તિ વુમન્સ પ્રીમિયર લીગના ઈતિહાસમાં હેટ્રિક લેનારી મુંબઈ ઈન્ડિયાની ઈઝી વોંગ પછી માત્ર બીજી ખેલાડી બની હતી. વોંગે ગયા વર્ષના એલિમિનેટરમાં વોરિયર્સ સામે આ સિદ્ધિ મેળવી હતી. રસપ્રદ વાત એ છે કે તે હેટ્રિક વિકેટમાં દીપ્તિ પણ સામેલ હતી. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો. મેચ બાદ જ્યારે દીપ્તિને પૂછવામાં આવ્યું તો તેને ખબર નહોતી કે તેણે હેટ્રિક વિકેટ લીધી છે.

મહિલા પ્રીમિયર લીગની આ મેચમાં યુપી વોરિયર્સે દિલ્હી કેપિટલ્સને એક રનથી હરાવ્યું હતું. વોરિયર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 8 વિકેટે 138 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 19.5 ઓવરમાં 137 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. ત્રીજા નંબરે રમતી દીપ્તિ શર્માએ પણ બેટિંગ કરતાં અડધી સદી ફટકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.