Abtak Media Google News

જનસેવા કેન્દ્રો, ઝોનલ ઓફિસો અને ઇ-ધરા કેન્દ્રોમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કામગીરી શ‚: મર્યાદિત કેસો સાથે બોર્ડ પણ શરૂ થશે

જિલ્લા કલેકટર તંત્રની તમામ સેવાઓ આજથી સંપૂર્ણ અનલોક થઈ છે. જેમાં જનસેવા કેન્દ્રો, ઝોનલ ઓફિસો અને ઇ ધરા કેન્દ્રો ધમધમતા થઈ ગયા છે. જ્યાં અરજદારો પાસે સોશિયલ ડિસ્ટન્સ ભારપુર્વક રખાવવામાં આવી રહ્યું છે. વધુમાં મર્યાદિત કેસો સાથે કલેકટર દ્વારા બોર્ડ પણ શરૂ કરવામાં આવનાર છે.

Advertisement

કોરોનાની મહામારીના કારણે લોકડાઉન અમલમાં હતું. આ દરમિયાન જનજીવનને ધબકતું રાખવા જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇમરજન્સી કામગીરીઓ ચાલતી હતી. કચેરીમાં પાસ, મંજૂરી આપવા સહિતની મુખ્યત્વે કામગીરીઓ કરવામાં આવી રહી હતી. હવે આ કામગીરી બંધ થતાં જિલ્લા કલેકટર કચેરી અને તેના હેઠળ આવતી કચેરીઓ આજથી વિધિવત શરૂ થઈ ગઈ છે.

કલેકટર કચેરી, પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ, જનસેવા કેન્દ્રો, ઝોનલ ઓફિસો અને ઇ ધરા કેન્દ્રોમાં આજથી રૂટિન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં અરજદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વધુમાં હવે બોર્ડ પણ શરૂ થશે. જેમાં સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે મર્યાદિત કેસો જ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.