Abtak Media Google News

નિ:શુલ્ક નિદાન, દવાઓ અને ચશ્માનો લાભ મેળવતા ૮૦૦થી વધુ જરૂરીયાતમંદ દર્દીઓ

આજરોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના જન્મ દિવસ નિમીતે શહેર ભાજપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રના નામાંકિત તબીબોએ સેવા આપી હતી, જેમાં મુખ્યત્વે જનરલ સર્જન, ઓર્થોપેડીક, આંખના સર્જન, ગાયનેક ડોકટર મુખ્ય હતા અને તેનો લાભ બહોળી સંખ્યામાં લોકોએ લીધો હતો.

રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુભાઈ કોઠારી, કિશોર રાઠોડ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, ભાજપના દલિત અગ્રણી અમરશીભાઈ મકવાણા, શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રભારી અને શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, પ્રમુખ ડી.બી.ખીમસુરીયા, મહામંત્રી પ્રવિણ ચૌહાણ, નાનજીભાઈ પારઘી, ડોકટર સેલના સૌરાષ્ટ્રના ઈન્ચાર્જ ડો.અમિતભાઈ હપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના ૬૧માં જન્મદિન નિમિત્તે શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા વાલ્મીકી હોલ, વાલમીકી વાડીની બાજુમાં, સ્લમ કવાર્ટર પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે શહેરના સર્વ સમાજના પ્રજાજનો માટે નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો લાભ ૮૦૦થી પણ વધુ જ‚રિયાતમંદ પ્રજાજનોએ લીધો હતો અને નિ:શુલ્ક નિદાન, દવાઓ અને ચશ્મા પ્રાપ્ત કર્યા હતા.

આ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ફીઝીશ્યન અને હૃદયરોગ નિષ્ણાંત તરીકે ડો.અમિત હપાણી, જનરલ તબીબ તરીકે ડો.ભરત વેકરીયા તેમજ ડો.જાગૃતિબેન ખુંટ, દેવાંગીબેન ફીચડીયા, આંખના તબીબ ડો.મનીષાબેન દેવાણી તેમજ ડો.મહેન્દ્ર મહેતા, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.પ્રતીભાબેન નથવાણી, દાંતના ડોકટર ડો.પા‚લબેન વીઠલાણી, હરસ-મસાના તબીબ ડો.એમ.વી.વેકરીયા, હાડકાના સર્જન ડો.રજનીભાઈ વોરા સહિતના ભાજપના ડોકટર સેલ તેમજ ભારતીય જનતા પાર્ટીની વિકાસશીલ વિચારધારાને વરેલા અનેક નિષ્ણાંત તબીબો આ પ્રકારના નિ:શુલ્ક સેવાદાન કર્યું હતું. આ કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકા દંડક રાજુભાઈ અઘેરા, પૂર્વ કોર્પોરેટર કરશનભાઈ વાઘેલા, પૂર્વ કોર્પોરેટર તેમજ શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જયશ્રીબેન પરમાર તેમજ અનુસુચિત જાતિ વિકાસ નિગમના ડાયરેકટર અનિલ મકવાણા, શહેર ભાજપ અનુ. જાતિ મોરચાના ઉપપ્રમુખ દેવજીભાઈ મકવાણા, પરષોતમ રાઠોડ, ઈશ્ર્વર જીતીયા, અજય વાઘેલા, જેન્તી ધાધલ, અનુ. જાતિ મોરચાના મંત્રી ભરત પરમાર, નિતીન બારોટ, મોહનભાઈ ગોહેલ તેમજ કોષાધ્યક્ષ જીજ્ઞેશ રત્નોતર તેમજ ભાજપ અગ્રણી દિલસુખ રાઠોડ, નીખીલ રાઠોડ,  ગીરધર વાઘેલા, પુષ્કર પરમાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ તકે વોર્ડ નં.૩ના ભાજપના પ્રભારી દિનેશ કારીયા, પ્રમુખ હેમુભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. આ કેમ્પ સંચાલન સફાઈ કામદાર સેલના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી મુકેશભાઈ પરમારે કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.