Abtak Media Google News

હાથથી હાથ જોડો સંગઠન અંતર્ગત

40 જેટલા યુવા કાર્યકર્તાઓએ આપનો છેડો ફાડી કોંગ્રેસનો ખેસ પહેર્યો

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા શરૂ થયેલા હાથથી હાથ જોડો સંગઠન દ્વારા લોકોને પાર્ટી તરફ વળવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આજે તેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના યુવા સમિતિના 40 જેટલા યુવાનોએ કોંગ્રેસનો પંજો પકડ્યો છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા હાથથી હાથ જોડો સંગઠન ભાગરૂપે લોકોને અનુરોધ કરવામાં આવી થયો છે કે લોકો કોંગ્રેસ સાથે જોડાય જેના માટે કોઈપણ રાજકીય કામગીરી કે કોઈ ઓળખની જરૂર નથી. ત્યારે આજરોજ ગુજરાત કોંગ્રેસ ક્ધવીન્યર ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પત્રકાર પરિષદ સંબોધતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના યુવા સમિતિના 40 જેટલા વિદ્યાર્થીઓ આજ કોંગ્રેસ સાથે જોડાયા છે. જેમને ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામભાઇ સાગઠીયા સહિતના કોંગ્રેસના નેતાઓએ તમામ વિદ્યાર્થીઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્ય હતા.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નને લઈ કોંગ્રેસ હમેશા કામગીરી કરતી રહી છે. જેમાં ભ્રષ્ટાચાર લાગતા પ્રશ્નો હોય કે સામાજિક કોઈ પણ પ્રશ્નો હોય કોંગ્રેસ હંમેશા પ્રજાની પડખે ઊભી રહી છે. ત્યારે આજ રોજ જોડાયેલા યુવાનોને પણ હૃદયથી આવકારું છું અને આ રીતે જ યુવકો સાથે મળીને કોંગ્રેસ વધુ મજબૂત બનીને લોકોને લાગતા પ્રશ્નોને ઉજાગર કરવામાં આવશે. આ સાથે આમ આદમી પાર્ટીનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાયેલા યુવા સમિતિના સભ્યોને યોગ્ય દિશામાં કામગીરી કરવા માટે યુવાનોને તમામ સવલતો પુરી પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.