Abtak Media Google News

લોકસભા કે રાજ્યસભામાં ક્ષત્રિય સમાજના એકપણ સાંસદ ન હોય ભાજપે કર્યું જ્ઞાતિ બેલેન્સ

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા ગુજરાતની કમાન રાજ્યસભાના સાંસદ અને કદાવર ક્ષત્રિય નેતા શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી હતી. દરમિયાન લોકસભા કે રાજ્યસભાના ભાજપના સાંસદો પૈકી એકપણ સાંસદ ક્ષત્રિય સમાજમાં ન હોવાના કારણે લોકસભાની ચુંટણી પૂર્વે ભાજપે જ્ઞાતિનું બેલેન્સ કર્યું છે અને રાજ્યસભાની ચુંટણીની ટિકિટ વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહને આપવામાં આવી હોવાનું ચર્ચા હાલ કાર્યકરો અને નેતાઓમાં ચાલી રહી છે.

Sds

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલની નિમણુંક કરાયા બાદ છેલ્લા ઘણા સમયથી રાજકીય પંડિતોમાં એવી ચર્ચાઓ થઇ રહી હતી કે હવે ભાજપે પણ ક્ષત્રિય સમાજને મહત્વપૂર્ણ હોદ્ો આપવો પડશે. દરમિયાન રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 24મી જુલાઇના રોજ ચુંટણી જાહેર થતાની સાથે જ એક વાતે વેગ પકડ્યો હતો કે રાજ્યસભાની ત્રણ પૈકી કોઇ એક બેઠક પર ભાજપ ક્ષત્રિય સમાજના આગેવાનને ટિકિટ આપશે. જે ધારણા અંતે સાચી પડી છે. આજે બપોરે દિલ્હી હાઇકમાન્ડ દ્વારા રાજ્યસભાની બાકી રહેતી બે બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. જેમાં વાંકાનેરના રાજવી અને ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી કેશરીદેવસિંહને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપ હમેંશા જ્ઞાતિજાતિના સમિકરણોને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી, વિધાનસભાની ચુંટણી અને લોકસભાની ચુંટણી ઉપરાંત રાજ્યસભાની ચુંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરતી હોય છે. હાલ ગુજરાતની 26 લોકસભાની બેઠકો ભાજપ પાસે છે. જેમાં એકપણ સાંસદ ક્ષત્રિય નથી. આ ઉપરાંત રાજ્યસભાની આઠ બેઠકો પૈકી ભાજપનો એકપણ સાંસદ ક્ષત્રિય સમાજમાંથી આવતો ન હોય આજે કેશરીદેવસિંહનું નામ જાહેર કરી ભાજપે જ્ઞાતિનું બેલેન્સ બરાબર કરી નાંખ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.