નવરાત્રી સંબંધિત બધી જ ચીજ વસ્તુઓ મળી રહેશે એક જ સ્થળેથી…. અહી યોજાયો નવરાત્રીનો મેળો

માં અંબાને આવવાના હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. ગુજરાતના લોકો માં અંબાને આવકારવા અને ગરબે રમવા થનગની રહ્યા છે. હાલ લોકો અર્વાચીન ગરબા રમાડવા માટે પાર્ટી પ્લોટમાં કે વિવિધ ગ્રાઉન્ડ પર આયોજન કરતા હોય છે ત્યારે યુવાઓ વધારે ટ્રેડીશનલ લુક પસંદ કરે છે. આ ટ્રેડીશનલ લુક સબંધિત બધી વસ્તુઓ મળી રહે તે માટે સુરતમાં એક ખાસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતમાં હાલ નવરાત્રી પર્વને લઈને જોરશોરથી તૈયારીઓ શરુ થઈ ચુકી છે. મહાનગરપાલિકા દ્વારા અડાજણ ખાતે એક ખાસ મેળાનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાને “નવરાત્રી મેળા-2022” નામ આપવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા આ નવરાત્રી મેળામાં નવરાત્રી સંબંધિત ચીજ વસ્તુઓ શહેરના નગરજનોને સીધેસીધું મળી રહે તે  હેતુસર આયોજન કરવામાં આવ્યું છે. મેયર હેમાલી બેન બોઘાવાલાના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરાયું હતું

 

મહિલા ઉત્થાન માટેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવા નવરાત્રી પર નિમિત્તે આ મેળો યોજાયો છે. સુરત મહાનગરપાલિકા અમલીકૃત દીનદયાળ અંત્યોદય યોજના, રાષ્ટ્રીય શહેરી આજીવીકા મિશન, મિશન મંગલમ અર્બન યોજના હેઠળ રચાયેલ, કાર્યરત સ્વ-સહાય જૂથ અને સખીમંડળોના તહેવાર સંબંધિત ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે.