Abtak Media Google News

પંચનાથ હોસ્પિટલ દ્વારા રાહત દરે નિદાન કેન્દ્રમાં ડેન્ટલ,આંખ, લોહીના તમામ પ્રકારના પરીક્ષણો,એકસરે, સોનોગ્રાફી, ઈસીજી, ટી.એમ.ટી.જેવા વિભાગો સતત કાર્યર છે.તદુપરાંત નોંધનીય બાબત એ છે કે હોસ્પિટલના આંખ વિભાગ દ્વારા અત્યંત નજીવા દરે નિષ્ણાંત ડોકટર્સ દ્વારા થતાં આંખના મોતિયાના ઓપરેશનમાં પ્રખ્યાત ભારતીય અને આંતરરાષ્ટ્રીય કંપનીના ફોલ્ડેબલ લેન્સ બેસાડી આપવામાં આવે છે.

Advertisement

આ આંખના ઓપરેશન થિયેટરને સંપૂર્ણ વાતાનુકુલિતની સાથે બેકટેરિયા રહિત બનાવવામાં આવેલ છે.અને તેની તમામ જરૂરી મશીનરી જાણીતા દાનવીર મનુભાઈ ધાંધા પરિવાર (રાજકોટ)તરફથી અનુદાનમાં આપવામાં આવેલ છે.જયારે ફેકો મશીન હંમેશા સેવાના કાર્યને  વરેલા રોટરી કલબ  ઓફ રાજકોટના નામાંકિત આગેવાનો દ્વારા ઈન્સ્ટોલ કરવામાં આવેલ છે.

હોસ્પિટલ દ્વારા ચાલતા આંખના ઓ.પી.ડી.વિભાગમાં થતા પરીક્ષણો જેવાકે આંખના નંબર, પ્રેશર પડદા, જામર, તેમજ વેલની તપાસ માત્ર રૂ.૫૦માં  કરી આપવામાં આવે છે.છેલ્લા ૧ વર્ષમાં ૫૧૯૨ દર્દીઓને સચોટ રીતે તપાસીને સંતોષકારક નિદાન કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે પંકજભાઈ ચગ (૯૮૭૯૫૭૦૮૭૮) તથા ધૃતિબેન ધડુકનો (હોસ્પિટલ પર)અથવા તો ૦૨૮૧ ૨૨૨૩૨૪૯/ ૨૨૩૧૨૧૫ સંપર્ક કરવા ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ દ્વારા યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.