Abtak Media Google News

કોરોના રસીના સંગ્રહ માટે તેને નિયત તાપમાને ખાસ ફ્રિઝરમાં સ્ટોર કરવામા આવે છે. પ્રવર્તમાન સ્ટોરેજ ક્ષમતા વધારતા નવા 34 ફ્રિઝર વિવિધ જિલ્લા કોર્પોરેશનમાં ફાળવવામાં આવ્યા હોવાનું વિભાગીય નિયામક ડો. રૂપાલીબેન મહેતાએ જણાવ્યું છે.

જે મુજબ રાજકોટ, ભુજ તેમજ રાજકોટ રિજિયોનલ સેન્ટરમાં પ્રત્યેક સ્થળે બે મળીને  90 લીટર ક્ષમતાના  કુલ 6  આઈ.એલ.આર. (આઇસલાઇન ફ્રિઝર) સ્મોલ ફ્રિઝર ફાળવવામાં આવ્યા છે. જ્યારે રાજકોટમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, મોરબીમાં 3, પોરબંદરમાં 2, જામનગરમાં 3, જામનગર કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા સેન્ટરને 3, ભુજ સેન્ટરને 5 સહીત 225 લિટરની ક્ષમતાના કુલ 23 આઈ.એલ.આર. (આઇસલાઇન) ફ્રિઝર મશીનની ફાળવણી કરવામાં આવી છે.

રાજકોટ, મોરબી, પોરબંદર, ભુજ અને રાજકોટ રિજિયોનલ વેક્સિનેશન સેન્ટર ખાતે પ્રત્યેક સેન્ટરએક મળીને કુલ પાંચ ડીપ ફ્રીઝરની ફાળવણી કરવામાં આવી છે. જેનો ઉપયોગ પોલિયો જેવી રસીઓ તેમજ આઈસ પેક તૈયાર કરવામાં થતો હોઈ છે.

આ ઉપરાંત બધા સેન્ટરને મળીને કુલ 480 વેક્સિન કેરિયર પણ ફાળવવામાં આવ્યા છે, જેનો ઉપયોગ વાયલને યોગ્ય તાપમાને કેરી કરવામાં થાય છે તેમ માહિતી આપતા રજનીકાંત ડોબરીયા તેમજ ટેક્નિશ્યન પંચાલભાઈએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.