Abtak Media Google News

હાલના આધુનિક યુગમાં ભારતીય રેલવેને પણ આધુનિક બનાવી યાત્રીઓને સરળ અને ઝડપી સુવિધા પૂરી પાડવા સરકારે પ્રયાસો હાથ ધર્યા છે જેના ભાગરૂપે તમામ ટ્રેનને ડિઝલમુક્ત કરી ઈલેક્ટ્રિક બનાવવા કવાયત શરૂ કરાઈ છે ત્યારે હાલ રાજકોટ ડિવિઝનના હાપા-ભાટિયા વચ્ચે ઇલેકટ્રિક ટ્રેનનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. રાજકોટ વિભાગના હાપા-ભાટિયાના વિજળીકરણનું કામ પૂર્ણ થતાં ઇલેકટ્રિક લોકો એન્જીન સાથે સંપૂર્ણ ટ્રેન દોડાવી સીઆરએસ દ્વારા ટેસ્ટીંગ યોજાયું હતું. રેલવે મંત્રાલય દ્વારા ડિઝલનો વપરાશ ઘટાડવા વર્ષ 2023-24 સુધીમાં સંપૂર્ણ રેલવે રૂટનું સો ટકા વિજળીકરણ કરવાનો લક્ષ્યાંક સાધ્યો છે. જેનાથી વિદેશમાથી આયાત કરવામાં આવતા ડિઝલની પરાધિનતા પણ ઘટશે.

વિદ્યુતીકરણના પરિણામ સ્વરૂપ દરિયાકાંઠે ઇલેકટ્રિક સ્થાનો પુન:જીવનને લઇને વિજળીનો બચાવ થશે. વર્ષ 2023-24 સુધીમાં વિજળીકરણના લક્ષ્યાંકને પહોંચી વળવાના આશય સાથે રાજકોટ-હાપા વિભાગમાં વિજળીકરણનું કાર્ય પૂર્ણ થઇ ચૂકયું છે. સીઆરએસ અધિકૃતતા પણ મેળવી લેવાઇ છે. સરકારી માહિતી મુજબ તા. 18-19 માર્ચના રોજ હાપા-ભાટિયા વિભાગની સીઆરએસ નિરીક્ષણ યોજાયું હતું અને તા. 19 માર્ચના રોજ ઇલેકટ્રિક લોકો એંજિન સાથેની ગતિએ પરિક્ષણ પૂર્ણ થયું હતું. આ ટ્રેન પ્રતિ કલાક 110ની ઝડપે દોડે છે. ઇલેકટ્રિક ટ્રેકશન દ્વારા કનેકવિટી તથા પરિવહન ક્ષમતામાં વધારો થશે થવાની. યાત્રીઓનો અમુલ્ય સમય બચશે તેમજ આ સાથે રેલવે વિભાગની આવકમાં પણ વધારો થશે.

કેન્દ્રિય રેલ મંત્રી પિયુષ ગોયલે રાજકોટ ડિવિઝનના હાપા-ભાટિયા વચ્ચેની આ ઇલેકટ્રિક ટ્રેનના ટેસ્ટીંગનો એક વીડિયો પણ ટ્વીટરના માધ્યમથી એસએચઇઆર કરી આ માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.