Abtak Media Google News

ભારત સહિત વિશ્ર્વના અમુક દેશો-પ્રદેશોમાં ર8મી ઓકટોબરે ખંડગ્રાસ ચંગ્રહણનો સાડા ચાર કલાકનો અભુત અવકાશી નજારો બનવાનો છે. અમુક પ્રદેશોમાં ગ્રસિત સાથે ખંડગ્રાસ ચંગ્રહણનો બેનમુન અલૌકિક નજારો નિહાળવા-માણવા, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી કરવાનો લ્હાવો લોકોને મળવાનો છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું હતું કે આગામી શરદ પૂનમે ર8મી ઓકટોબર ર0ર3 મેષ રાશિ અશ્ર્વિની નક્ષ્ાત્રમાં થનારૂં ખંડગ્રાસ ચંગ્રહણ ભારતમાં દેખાશે. અમુક જગ્યાએ ગ્રસિત ગ્રહણ ઉપરાંત એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ અમેિરકા, યુરોપ અને આફ્રિકામાં જોવા મળશે.

ભારતમાં ભૂમંડલે ગ્રહણ સ્પર્શ

ર3 કલાક 31 મિનિટ 44 સેક્ધડ, ગ્રહણ સંમીલન : રપ કલાક 0પ મિનિટ 18 સેક્ધડ, ગ્રહણ મધ્ય : રપ કલાક 44 મિનિટ, ગ્રહણ ઉન્મીલન : ર6 કલાક રર મિનિટ 37 સેક્ધડ, ગ્રહણ મોક્ષ્ા : ર7 કલાક પ6 મિનિટ, 19 સેક્ધડ, પરમ ગ્રાસ : 0.1રર રહેશે. ખંડગ્રાસ કાળ : 1 કલાક 17 મિનિટનો રહેશે.

ખંડગ્રાસ ચંદ્રગ્રહણમાં ગ્રસિત ભાગ મુંબઈ, સુરત, અમદાવાદ, રાજકોટ સહિત જિલ્લા મથકે જોવા મળશે. જયારે અન્ય પ્રદેશોમાં ખંડગ્રાસ જોવા મળશે. બેલ્જિયમ, થાઈલેન્ડ, પોર્ટુગલ, હંગેરી, ઈજિપ્ત, તુર્કી, ઈન્ડોનેશિયા, ગ્રીસ, ઈટાલી, સ્પેન, ઈગ્લેન્ડ, મ્યાનમાર, સાઉથ આફ્રિકા, ફ્રાન્સ, નાઈજીરીયા, જાપાન, ચીન વિગેરે પ્રદેશ-દેશોમાં લોકોને જોવાનો લ્હાવો મળશે. સાડા ચાર કલાકની ગ્રહણની અવધિ હોય ખગોળીય આનંદ લૂંટી શકાશે.

તા.ર8 મી રાત્રિના સાડા અગિયાર કલાકથી શરૂ થનારૂ ગ્રહણ તા. ર9 મી 3 કલાક પ6 મિનિટ સુધી ગ્રસિત-ખંડગ્રાસ ગ્રહણ નરી આંખે જોઈ શકાશે. સાડા ચાર કલાકનું ગ્રહણ ખંડગ્રાસ કાળ 1 કલાક 17 મિનિટની અવધિ સુધી જોવા મળશે. રાજયકક્ષ્ાાનો કાર્યક્રમ અમદાવાદ, રાજકોટ ખાતે યોજાશે. જેમાં પૃથ્વીનો મિત્ર ચં માનવી માટે અનેક પ્રકારે લાભપ્રદ છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. અવકાશી ઘટનાઓ જોવા-માણવા માટેની હોય છે. ગ્રહો કે ગ્રહણોને માનવજીવન સાથે કશી જ લેવા-દેવા નથી તેની સમજ આપવામાં આવશે.

ચંદ્ર ર વર્ષે બે સેન્ટીમીટર ખસે છે. ભવિષ્યમાં આશરે 47 કલાકનો દિવસ પણ બનશે. એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે ભારતમાં સદીઓથી ગ્રહણ સમયે હિન્દુઓ માટે જ વિધિ-વિધાન છે. મંદિરો બંધ રાખવાનું તર્ક સમજાતું નથી. ગ્રહણ પહેલાની કલાકોમાં વેધાદિ નિયમો પાળવાના તુત આપણા દેશમાં જોવા મળે છે. ગ્રહણ સંબંધી રી માન્યતાઓ, િરવાજો, પરંપરાઓ, દંતકથાઓ વિગેરે જે તે સમયે સ્તુત્ય હશે પરંતુ ર1 મી સદીમાં તન અવાસ્તવિક, અતાર્કિક, અવૈજ્ઞાનિક હોય તેને તિલાંજલિ આપવી જોઈએ. ભાવિ પેઢીને વિજ્ઞાન દ્રષ્ટિકોણ-અભિગમ આપવાની જરૂર છે.

રાજ્યમાં અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્ર્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, હિંમતનગર, રાજપીપળા, ડાંગ-આહવા, છોટા ઉદેપુર, ગોધરા, વ્યારા, પંચમહાલ, મોડાસા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લા- તાલુકા મથકે જાગૃતો સ્વયં આયોજન કરી ખંડગ્રાસ ગ્રહણ નિહાળશે. અંતમાં પોતાના ગામમાં ગ્રહણ નિદર્શન કાર્યક્રમ યોજવા ઇચ્છુકોએ મો.98ર5ર 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.