Abtak Media Google News

તા. ૩૧.૭.૨૦૨૩ સોમવાર, સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ સુદ તેરસ, નક્ષત્ર: પૂર્વાષાઢા, યોગ: વિષ્કુમ્ભ, કરણ: ગર, આજે જન્મેલાંની ચંદ્રરાશિ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

મેષ (અ,લ,ઈ)    : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થાય.

વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે, અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.

મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાયનું મૂલ્ય વધે.

કર્ક (ડ,હ)          : આજના દિવસે વાદ વિવાદથી દૂર રહેવું, તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય.

સિંહ (મ,ટ)       : આજના દિવસે આકસ્મિત લાભ થાય, જુના મિત્રોને મળવાનું બને, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ)  : વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે, વિદ્યાર્થીવર્ગ  માટે પણ સારું રહે.

તુલા (ર,ત)        : આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય, ભાગ્યબળમાં વૃદ્ધિ થાય.

વૃશ્ચિક (ન ,ય )  : અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો, પ્રગતિકારક દિવસ.

ધન (ધ,ભ,ફ,ઢ)  : સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે, લોક્ચાહનામાં વૃદ્ધિ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મકર (ખ,જ )     : આજના દિવસે તબિયતની કાળજી લેવી, બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.

કુંભ (ગ,સ,શ )   : પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

મીન (દ,ચ,ઝ,થ): દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.