Abtak Media Google News

તા. ૨૯.૭.૨૦૨૩ શનિવાર , સંવંત ૨૦૭૯ અધિક શ્રાવણ સુદ અગિયારસ, કમલા એકાદશી, જ્યેષ્ઠા    નક્ષત્ર, બ્રહ્મ  યોગ, બવ કરણ આજે રાત્રે ૧૧.૩૫ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય ) ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ) રહેશે.

મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય, શુભ દિન.

મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે, મતભેદ નિવારી શકો, વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

કર્ક (ડ,હ)            : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પરથી શીખવું પડે.

સિંહ (મ,ટ) : વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ  લાભદાયક રહે.

તુલા (ર,ત) :  નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો

વૃશ્ચિક (ન,ય) : તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

મકર (ખ,જ) : બીજાની ચિંતાના કરતા સ્વયં પર ધ્યાન આપવું,  ખર્ચ પર અંકુશ રાખવો, નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે, ઈચ્છીત પરિણામ પ્રાપ્ત કરી શકો.

જન્મકુંડળીમાં મંગળ જે સ્થાનમાં હોય ત્યાં ગુસ્સોના કરવો જોઈએ

ગોચર માં મંગળ મહારાજ સિંહ રાશિમાં થી પસાર થઇ રહ્યા છે. મંગળ ઉર્જા છે, જોમ છે જુસ્સો છે, મંગળ ઉગ્ર છે આવેશ અને ગુસ્સો છે જો મંગળની ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિ જીવનમાં ખુબ આગળ વધી શકે છે પરંતુ એક નિયમ બરાબર સમજવા જેવો છે કે તમારી જન્મકુંડળીમાં મંગળ જે સ્થાનમાં હોય ત્યાં તમે ગુસ્સો કરશો તો મંગળ નેગેટિવ પરિણામ આપશે અને કામ બગડશે પરંતુ એ બાબતોમાં તમે ઠંડા દિમાગથી કામ લેશો તો મંગળની ઉર્જા તમને સહાય કરશે. જેમ કે મંગળ પહેલા સ્થાનમાં હોય ત્યારે પોતાની જાત પર ગુસ્સોના ઉતારવો જોઈએ અને તમારા વ્યક્તિત્વને આવેશથી દૂર રાખવું જોઈએ. બીજા સ્થાનમાં મંગળ હોય ત્યારે પૈસા બાબતમાં ના ઉશ્કેરાવું જોઈએ અને પરિવારમાં મોટા અવાજે બોલવું કે ઝગડો કરવાનું ટાળવું જોઈએ એ જ રીતે મંગળ ત્રીજે હોય ત્યારે નાના ભાઈ બહેન સાથે પ્રેમ પૂર્વક વર્તવું જોઈએ. ચોથે મંગળ હોય ત્યારે માતા સાથે ખરાબ વર્તન ના કરવું જોઈએ એ જ રીતે પાંચમે મંગળ હોય ત્યારે અભ્યાસ બાબતે સ્કૂલમાં શિસ્ત રાખવી જોઈએ અને સંતાનો સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો જોઈએ એ જ રીતે છઠે મંગળ હોય ત્યારે જોબ માં અધિકારીઓ અને સાથી કર્મચારીઓ સાથે સારા સંબંધ રાખવા જોઈએ. મંગળ સાત થી બારનું ફળ આવતા અંકમાં લખીશ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.