ઓનલાઇન પ્લેટફોર્મ પર બીઆઈએસ વગરના પ્રેશર કુકરનું વેચાણ કરતા એમેઝોનને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો

બીઆઈએસ વગરના 2265 પ્રેશર કુકરને બદલી દેવા તથા ગ્રાહકો
પાસેથી લીધેલા રૂપિયા પરત કરવા કંપનીને તાકીદ કરાય

દિન પ્રતિ દિન ઓનલાઇન ફ્રોડ નું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે ગ્રાહકોની વાહરે રહેલું સેન્ટ્રલ ક્ધઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી દ્વારા એમેઝોનને એક લાખ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે જેનું મુખ્ય કારણ એ છે કે કંપનીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી ગ્રાહકોએ જે પ્રેશર કુકર ખરીદ્યા તે બીઆઈએસ વગરના હતા અને ગ્રાહકોની સલામતી પણ જોખમી બની હતી જેને ધ્યાને લઈ ઓથોરિટીએ કંપનીને એક લાખ રૂપિયા નો દંડ ફટકારવાની તાકીદ કરી છે અને 2,000 થી વધુ જે પ્રેશર કુકરનું ઓનલાઈન વેચાણ કરવામાં આવ્યું છે તેને પરત કરી તેમના રૂપિયા પણ પાછા આપવા માટેની માહિતી અને નિર્દેશ આપવામાં આવ્યો છે.
કાયદામાં એ વાતની સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે ગેસ સિલિન્ડર,હેલ્મેટ, પ્રેશર કુકર, પકડા કે જેમાં બીઆઈએસ હોલમાર્ક ન હોય તેને ગેર કાયદેસર માનવામાં આવે છે અને તેનું વેચાણ પ્રતિબંધિત કરાતું હોય છે આ જ પ્રકારે એમેઝોનના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જે બી આઈ એસ વગરના પ્રેશર કુકર નું વેચાણ કરવામાં આવ્યું તેનાથી લોકોની સલામતી જળવાઈ તે હેતુસર તે તમામ પ્રેશર કુકરને પરત ખેંચવા આદેશ કરવામાં આવ્યો છે. સરકારે આશરે 450 જેટલી ચીજ વસ્તુઓને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર માં સમાવેશ કર્યો છે જેમાં બીઆઈએસ નું હોલમાર્ક હોવું ખૂબ જ જરૂરી અને અનિવાર્ય છે.
કંપની દ્વારા જે 2000થી વધુ પ્રેશર કુકર નું વેચાણ કરવામાં આવ્યું તે પૈકી કંપનીને સાડા છ લાખ રૂપિયાની આવક થઈ હતી જે પરત કરવા માટે પણ જણાવાયું છે. સાથો સાથ ઓથોરિટીએ એમ પણ જણાવ્યું હતું કે, કંપની જે ચીજ વસ્તુઓનું વેચાણ કરતી હોય છે તેમાંથી તે સર્વિસ ફી કમિશન પેટે ખૂબ મોટા પ્રમાણમાં રકમ મેળવતી હોય છે. વધુમાં ઓથોરિટી એમ પણ જણાવ્યું હતું કે વિવિધ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા જો આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હશે તો તેમના ઉપર પણ એક્શન લેવામાં આવશે.