Abtak Media Google News

પૂછવામાં આવેલા પ્રશ્ર્નોમાં તેઓ જણાવ્યું હતું કે હજી આઈએએસ
અને આઈપીએસમાં પણ 2000થી વધુ જગ્યાઓ ખાલી છે

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં અંદાજે 9.79 લાખ જેટલી જગ્યાઓ 1લી માર્ચ2021 ની સ્થિતિએ ખાલી હોવાનું કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ એ બુધવારે સંસદમાં જણાવ્યું હતું. ત્યારબાદ તેઓએ ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકાર આગામી 1.5 વર્ષના સમયગાળામાં 10 લાખ લોકોને રોજગારી આપશે એટલું જ નહીં સિવિલ સર્વિસિસ માટે પણ ઘણી ખરી જગ્યાઓ ખાલી છે જેમાં આઈએએસ માં 1472 જ્યારે આઇપીએસ માં 864 જગ્યાઓ ખાલી પડેલી છે. તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ચાલુ વર્ષના જૂન માસમાં જ ખાલી પડેલી જગ્યાઓ વિવિધ વિભાગોમાં જે છે તે અંગે અવલોકન કર્યું હતું અને આગામી દોઢ વર્ષમાં ભરતી કરવા માટે પણ સૂચવ્યું છે.

કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં કુલ 9,79,327 જગ્યાઓ ખાલી છે જેમાં વર્ગ એકમા 23,584, વર્ગ 2 માં 1,18,801, વર્ગ-3 માં 8,36,936 કર્મચારીઓની ઘટ છે તેમ લોકસભામાં સરકારે આપેલા લેખિત જવાબમાં જણાવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા ખાલી જગ્યાઓ ભરવા માટે ની પ્રક્રિયા સતત ચાલુ છે.

કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના વિભાગોમાં ચાલુ ફરજે કર્મચારીઓના મૃત્યુ, બદલી ,બઢતીને લઈને કરેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયાઓ ચાલુ છે અત્યારે તો પોનાદશ લાખ જેટલા કર્મચારીઓ ની ઘટ સાથે કેન્દ્ર સરકારના અલગ અલગ મંત્રાલયો ના વિભાગો ચલાવવામાં આવે છે જેની અસર વહીવટી રીતે પડતી હોવાનું પણ સરકારે કબૂલ્યું હતું. આગામી સમયમાં કેન્દ્ર સરકાર માટે જે સેવા આપવા માટે યુવકો વિવિધ પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સારા સમાચાર છે સાથોસાથ વિવિધ ક્ષેત્ર જેવા કે રેલવે ડિફેન્સ ગૃહ મંત્રાલય અને પોસ્ટ ખાતામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં સરકાર દ્વારા જગ્યાઓ ભરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.