Abtak Media Google News

વિશ્વના દેશોની સરખામણીમાં ભારત ટેકનોલોજીમાં ઘણું પાછળ : રડારનું બેંગ્લોર ખાતે આગમન, વર્ષ 2024માં ઉપયોગમાં લેવાશે

કોઈપણ દેશ વિદેશ માટે બાહ્ય અને વાતાવરણમાં બદલાવ લાવવા માટે જે ઉપકરણની જરૂરિયાત પડતી હોય તે રડાર છે . હાલ ભારત ટેકનોલોજી ક્ષેત્રે ઘણું પાછળ છે ત્યારે હવે ઈસરો અને નાસાના સંયુક્ત ભાગીદારી ના પગલે એક અતિ આધુનિક રડાર વિકસાવવામાં આવ્યું છે જે હવે હવામાન ભૂકંપ સહિતની સચોટ આગાહી કરશે અને આ રડાર અમેરિકાએ ભારતને શુપરત પણ કરી દીધું છે. મોરબી હોનારત સમયે પણ અમેરિકાએ તેની રડાર ની મદદ થી મચ્છુ ડેમ તૂટ્યો હોવાની માહિતી આપી હતી ત્યારબાદ જ ખ્યાલ આવ્યો હતો કે મોરબીમાં આ પ્રકારની દુર્ઘટના ઘટી છે. જે દેશની રડાર સિસ્ટમ સારી હોય તો તે પૂરતી રીતે અને પૂરતા પ્રમાણમાં સિગ્નલો ને ઓળખી શકે છે અને તે મુજબની આગાહી પણ કરી શકે છે. અને દેશોની સંયુક્ત ભાગીદારથી બનાવવામાં આવેલી નિસાર રડાર અંતે બેંગલોર આવી ગઈ છે અને આ રડાર વર્ષ 2024 ના પ્રથમ ક્વાર્ટરમાં સેટેલાઈટ મારફતે અંતરીક્ષમાં છોડવામાં આવશે.

યુએસ-ભારત સંબંધોના નિર્માણ તરફના એક મોટા પગલામાં ભારતીય અવકાશ એજન્સી ઇસરોએ અમેરિકન સ્પેસ એજન્સી નાસા સાથે મળીને એક વિશેષ રડાર વિકસાવવામાં છે. લગભગ 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો આ નિસાર રડાર નાસામાં વિકસાવવામાં આવ્યો હતો. તે બુધવારે બેંગ્લોર પહોંચ્યો છે. આ રડારની ખાસ વાત એ છે કે તે ભૂકંપ, હિમપ્રપાત, દરિયાઈ તોફાન વગેરે જેવી કુદરતી ઘટનાઓ વિશે અગાઉથી માહિતી આપશે. તેને ભારત અને અમેરિકાનું અત્યાર સુધીનું સૌથી મોટું સંયુક્ત વિજ્ઞાન મિશન માનવામાં આવે છે.

યુએસ એરફોર્સનું સી-17 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આ નાસા-ઇસરો સેટેલાઈટને લઈને બેંગ્લોર પહોંચ્યું હતું. સેટેલાઇટ અને તેના પેલોડ્સનું ઘણી વખત પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઇસરોએ તેને આવતા વર્ષે લોન્ચ કરશે. આ પહેલા તેમાં કેટલાક જરૂરી ફેરફારો કરવા પડશે. તેને ઈસરોના સૌથી શક્તિશાળી જીએસએલવી-એમકે 2 રોકેટથી લોન્ચ કરવામાં આવશે. નિસાર સેટેલાઇટને વિશ્વનો સૌથી મોંઘો પૃથ્વી અવલોકન ઉપગ્રહ માનવામાં આવે છે.

આ સેટેલાઇટ ચક્રવાત, તોફાન, જ્વાળામુખી, ધરતીકંપ, ગ્લેશિયર્સનું પીગળવું, દરિયાઈ તોફાન, જંગલની આગ, દરિયાની સપાટીમાં વધારો, ખેતી, ભીની જમીન, ઓછો બરફ વગેરે વિશે અગાઉથી માહિતી આપશે. પૃથ્વીની આસપાસ જમા થતો કચરો અને અવકાશમાંથી પૃથ્વી તરફ આવતા જોખમોની માહિતી પણ આ સેટેલાઇટથી મળશે. એટલું જ નહીં, આ ઉપગ્રહ પૃથ્વી પર વૃક્ષો અને છોડની વધતી અને ઘટતી સંખ્યા પર નજર રાખશે.

પ્રકાશનો અભાવ અને તેમાં વધારા અંગેની માહિતી પણ નિસાર પાસેથી મળશે.તેનું રડાર એટલું શક્તિશાળી હશે કે તે 240 કિમી સુધીના વિસ્તારની ખૂબ જ સ્પષ્ટ તસવીરો લઈ શકશે. તે 12 દિવસ પછી ફરીથી પૃથ્વી પરની જગ્યાનો ફોટો લેશે. કારણ કે પૃથ્વીની એક પરિક્રમા પૂર્ણ કરવામાં 12 દિવસ લાગશે. આ દરમિયાન, તે પૃથ્વીના વિવિધ ભાગોના ઝડપી નમૂના લેતી વખતે વૈજ્ઞાનિકોને ચિત્રો અને ડેટા પ્રદાન કરવાનું ચાલુ રાખશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.