Abtak Media Google News

અમેરિકાથી ચિમનભાઈ દેલવાડીયાએ રાજકોટની સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી. ચિમનભાઈ ૪૦ વર્ષથી અમેરિકાના કેનેસી રાજયના નેસવિલે સિટીમાં વસવાટ કરે છે. તેમણે બી.ઈ., એમ.એસ. (સીવીલ) સુધીનો એન્જીનીયરિંગનો ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ એકલવ્ય શિક્ષણ કેન્દ્ર નામની વેબસાઈટ શરૂ કરી, જેમાં તેઓએ ૨,૦૦૦થી પણ વધુ ગણિત વિષયના વિડીયો અપલોડ કરેલ છે.

વધુમાં વર્લ્ડ વાઈડ ઓનલાઈન ટીચિંગ આપતી સંસ્થા”ખાન એકેડેમી કે જે ૫૦ થી પણ વધુ ભાષામાં વિશ્વના ૧૪ કરોડ જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઈન ટીચિંગ આપી રહી છે તે સંસ્થાની વેબસાઈટ પરના ગણિત વિષયના વીડિયોને તેઓ એકદમ રીતે સમજી શકે એ માટે જહેમત ઉઠાવી રહ્યાં છે. આ બાબતે સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા સોનલબેન ફળદુની મુલાકાત લઈ આ શાળાની ધો.૯ અને ૧૦ની વિદ્યાર્થીનીઓને ઓનલાઈન ટીચિંગ પૂરું પાડી શકાય તે માટે પોતાના તરફથી ઘટતું બધુ જ કરવા બાંહેધરી આપી હતી.

ગણિત જેવા મુંઝવતા અને ગુંચવતા વિષયને હસતાં-રમતાં અને સરળ ભાષામાં ઓનલાઈન રજૂ કરવાની આ નવિનતમ વિચારધારાને સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્યા, સ્ટાફ મિત્રો અને તમામ વિદ્યાર્થીનીઓએ સહર્ષ આવકારી અને સ્વીકારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.