Abtak Media Google News

કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ માત્ર સ્વચ્છતાની વાતો જ કરે છે, વાસ્તવિકતા તદ્ન વિપરિત: અનેક વિસ્તારોમાં નિયમિત સફાઇ પણ થતી નથી, ટીપર વાનના ધાંધીયા રોજીંદા

રાજકોટને સ્વચ્છતામાં દેશનું નંબર-1 શહેર બનાવવાના ખ્યાબ કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓ છેલ્લા ઘણા વર્ષોથી નિહાળી રહ્યા છે. પરંતુ જમીની હકીકત કંઇક વિપરિત જ છે. અનિયમિત સફાઇ અને ટીપર વાનના રોજીંદા ધાંધીયાના કારણે શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે. અમુક વિસ્તારોમાં તો માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ ફેલાઇ છે. રોગચાળાને જાણે તંત્ર સામેથી આમંત્રણ આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. જો સ્થિતિમાં સુધારો નહીં આવે તો નં.1ની વાત તો દૂર રહી સ્વચ્છતામાં હાલ જે રેન્કીંગ છે, તેમાં પણ ઘટાડો થશે.

રાજકોટ શહેર રંગલુ ચોક્કસ છે પરંતુ સ્માર્ટ અને ગંધારૂં-ગોબરૂં પણ છે. શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી જેટલી મહાપાલિકાની શીરે છે તેથી સવાઇ જવાબદારી શહેરીજનોની છે. લોકો આડેધડ કચરાનો નિકાલ કરે છે. જેના કારણે ઠેર-ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. સામા પક્ષે કોર્પોરેશન તંત્ર નિયમિત સફાઇ કરતું ન હોવાના કારણે અને રોડ પર પડેલો કચરો ઉપાડતું ન હોવાના કારણે દિનપ્રતિદિન સ્થિતિ વધુ કથળે છે. ચોમાસાની સીઝનમાં ગંદકીના ગંજ રોગચાળો વકરાવે તે પહેલા તેને ઉપાડી લેવા જોઇએ.

આંગણવાડી પાસે જ કચરાના ઢગલા: દેશના ભાવિના આરોગ્ય સાથે ચેડા

Whatsapp Image 2022 07 07 At 4.35.06 Pm

સ્વચ્છતા સર્વેક્ષણ-2011માં રાજકોટને દેશનું નંબર વન શહેર બનાવવાના સપના કોર્પોરેશનનું તંત્ર નિહાળી રહ્યું છે. પરંતુ હકીકતએ છે કે જ્યાં દેશનું ભાવિ ઘડાઇ રહ્યું છે તેવી આંગણવાડી વિસ્તારમાં ગંદકીના ગંજ જોવા મળે છે. શહેરના વોર્ડ નં.1માં ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલી આંગણવાડી પાસેનો વિસ્તાર ન્યૂશન્સ પોઇન્ટ બની ગયો છે. અહીં વિસ્તારવાસીઓ કચરો ફેંકી જાય છે. પરિણામે માસૂમ ભૂલકાંઓ બિમારીનો શિકાર બને છે. આ અંગે અનેકવાર કોર્પોરેશનના અધિકારીઓ અને વોર્ડના કોર્પોરેટરોને રજૂઆત કરવામાં આવ્યો હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે. પરિણામે રોગચાળાના ભય વચ્ચે આંગણવાડીના બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.