રસીની “રસ્સાખેંચ” વચ્ચે આવતા અઠવાડિયે જ દેશી રસી ધૂમ મચાવશે!!

સીરમ ઈન્સ્ટીટ્યુટે વિકસાવી ન્યુમોનિયાની રસી; કોરોનાને નાથવામાં થશે મદદરૂપ??

દેશમાં ઉપલબ્ધ અન્ય બે વિદેશી રસીઓની સરખામણીમાં SIIની આ સ્વદેશી રસી ઘણી સસ્તી હશે

કોરોના વાયરસે સમગ્ર વિશ્ર્વમાં આતંકા મચાવી દીધો છે. વૈશ્ર્વિક મહામારીમાંથી ઉગરવા તમામ દેશો રસી વિકસાવવા પર જુટાયા છે. ‘ગીધડા’ઓના ડ્રાઉ ડ્રાઉની જેમ વર્તી મલ્ટીનેશનલ કંપનીઓ વૈશ્ર્વિક બજારમાં રસીની રેસમાં ઉતરી છે. તો બીજી તરફ રસીની કિંમતો, સંગ્રહ માટે કોલ્ડચેઈન અને આડઅસરની આશંકાને લઈ રસીની ‘રસ્સાખેંચ’ વધુને વધુ જામતી જઈ રહી છે. આ વચ્ચારે આવતા અઠવાડિયે ન્યુમોનિયા માટેની ભારતની પ્રથમ સ્વદેશી રસી લોન્ચ થવાની છે. જેને સીરમ ઈન્સ્ટટીયુટ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ન્યુમોનિયાની આ રસી રોગ પ્રતિકારક શકિતમાં વધારો કરી બિમારી સામે લડવામાં મદદ કરનારી સાબિત થશે. ત્યારે શું આ રસી કોરોના સામેની લડાઈમાં પણ મદદરૂપ થશે ?? જો આમ બને તો કોરોના વાયરસને ઝડપથી નાથવામાં મોટી રાહતરૂપ બનશે.

અન્ય વિદેશી રસીઓની સરખામણીમાં ઘણી રસ્સી હશે

સીરમ ઈન્સ્ટટીયુટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસાવવામાં આવેલી આ ન્યુમોનીયાની સ્વદેશી રસી દેશમાં ઉપલબ્ધ અન્ય બે વિદેશી રસીઓની સરખામણીમાં ઘણી સસ્તી હશે.આ રસી આગામી સપ્તાહે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનના હસ્તે લોન્ચ થઈ શકે છે.

રસીને જુલાઈમાં જ મળી ગઈ હતી મંજૂરી

ભારતનાં ઔષધિ નિયામકે પુના સ્થિત સીરમ ઈન્સ્ટીટયુટથી પ્રાપ્ત વેકિસનના કિલનિકલ ટ્રાયલ પહેલા બીજા અને ત્રીજા ચરણનાં આંકડાઓની સમીક્ષા કર્યા બાદ જુલાઈમાં જ બજારમાં ઉતારવાની મંજૂરી આપી દીધી હતી. જે હવે આગામી અઠવાડિયે થશે

બાળકોમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીયા દ્વારા થતી બીમારી અટકાવી શકાશે

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ રસીના માધ્યમથી બાળકોમાં સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા દ્વારા થતી બીમારી પ્રત્યે રોગ પ્રતિકારક ક્ષમતા વધારી તેને અટકાવી શકાશે.

ભારતમાં દર વર્ષે ન્યુમોનિયાથી એક લાખથી વધુ બાળકોના મોત

યુનિસેફના આંકડા મુજબ, ન્યુમોનિયાના કારણે ભારતમાં દર વર્ષે પાંચ વર્ષ અને તેથી નાની ઉંમરના એક લાખથી વધુ બાળકોનાં મોત થાય છે. જે એક ગંભીર મુદો છે. એવામાં ન્યુમોનિયાની આ રસી કોવિડ ૧૯ની મહામારી દરમિયાન અગત્યનો ભાગ ભજવશે.