Abtak Media Google News

મચ્છરોના પોરા અટકાવવાની ખાતરી આપતા ઉદ્યોગપતિઓ

હાલ વરસાદી અને ભેજવાળા વાતાવરણમાં મચ્છરની ઉત્પત્તિ વધી જાય છે. રહેણાક ઉપરાંત ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ, બાંઘકામસાઇટ, સેલર, કોમર્શીયલ કોમ્પલેક્ષ વગેરેમાં ડેન્ગ્યું ફેલાવતા એડીસઈજીપ્ત મચ્છરની ઉત્પત્તિ વધુ જોવા મળે છે. જેમાં અલગ અલગ હિસ્સેદારો સાથે મીટીંગ યોજી તેઓના પોતાના પ્રીમાંઈસીસમાં મચ્છર ઉત્પત્તિ કઈ રીતે અટકાવવી તે માટે અભિયાન શરુ કરવામાં આવેલ છે.

જે અંતર્ગત આજે ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનનાં હોદ્દેદારો સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરાની અધ્યક્ષતામાં મીટીંગ યોજવામાં આવી હતી. રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન, સમ્રાટ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન, વાવડી ઇન્ડસ્ટ્રી એસોસિયેશન, આજી ઇન્ડસ્ટ્રી એસોસિયેશન, રોલેક્ષરિંગ્સ કોઠારીયાનાં હોદ્દેદારો હાજર રહેલ.

જેઓને પાવર પોઈન્ટપ્રેઝન્ટેશન તથા મચ્છરના પોરાના જીવંત નિદર્શન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મચ્છર ઉત્પત્તિ અટકાયતી અંગે વિગતવાર  માહિતી પૂરી પાડવામાં આવી દરેક ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનનાં હોદ્દેદારો તરફથી પોઝીટીવ સહકાર પ્રાપ્ત થયેલ અને તેઓએ પોતાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મચ્છરના પોરા અટકાયતી માટે તમામ પગલા લેવા ખાતરી આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.