Abtak Media Google News

અમેરલી-બગસરા રોડ પર બાબાપુર ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. મૃતકમાં સાસુ-વહુ અને બે બાળકોનો સમાવેશ થાય છે.

Whatsapp Image 2020 07 20 At 6.50.32 Pmમૃતક બંને બાળકો ભાઇ-બહેન હતા. જ્યારે 3 વ્યક્તિને ઇજા પહોંચતા 2ને ગંભીર ઇજા સાથે રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે. જ્યારે એક વ્યક્તિને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતક તમામ ગાવડકા ગામમાં રહેતા હતા. એક જ કારમાં 7 લોકો સવાર હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.