Abtak Media Google News

રૂ.૩,૭૭,૮૨૦ના મુદ્દામાલ સાથે સાત ઈસમોને ઝડપ્યા: મુખ્ય આરોપી અલગ-અલગ માણસોને જૂનાગઢથી લાવી ચોરી બાદ પરત જતો રહેતો

અમરેલી એસઓજીએ અમરેલી શહેરમાંથી ઘરફોડ ચોરી તથા લુંટના ગુન્હાઓના આરોપીને ઝડપી પાડેલ છે. સાત ઈસમોનેરૂ.૩,૭૭,૮૨૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે. બનાવની વિગત મુજબ ગઇ તા.૧૮/૧૨/૨૦૧૭ ના રોજ સાવરકુંડલા ખાતે નાવલી ચોકીથી આગળ ફરીયાદી લાલજીભાઇ દેવાયતભાઇ કાતરીયાની દુકાને ચોરી થયેલ હતી અને પાન-બીડી સોપારી વિગેરે વસ્તુઓ તથા એલ.ઇ.ડી. ટીવીની ચોરી થયેલ હતી.

Advertisement

ગઇ તા.૧૧-૧૩/૧૦/૨૦૧૮ ના રોજ સાવરકુંડલામાં નાવલી ચોકી આગળ આવેલ પુનમ મોબાઇલમાં દિવાલમાં પાછળી બોકારૂ પાડી મોબાઇલ નંગ-૫૧ ની ચોરી થઈ હતી. ગઇ તા.૦૮/૦૯/૨૦૧૮ થી તા.૧૦/૦૯/૨૦૧૮ ના સમયગાળા દરમ્યાન સાવરકુંડલા ખાતે આવેલ મણીભાઇ ચોકમાં આવેલ પોસ્ટ ઓફીસના પાછળના ભાગે આવેલ બારીના સળીયા વાળી પોસ્ટ ઓફીસની તિજોરી તોડવાની કોશીષ કરતાં તેમાં સફળતાં ન મળતાં પોસ્ટ ઓફીસમાંથી કોમ્પ્યુટર મોનીટરની ચોરી કરી હતી અને  તા.૨૧/૦૫/૨૦૧૭ ના રોજ સાવરકુંડલા ખાતે પશુદવાખાના પાસે આવેલ કિશોરભાઇ નટુભાઇ વડેરાની ઓફીસમાં પોતે સુતા હતાં તે દરમ્યાન લુંટના ઇરાદાથી  આરોપીઓએ માર મારેલ પરંતુ ફરીયાદીશ્રીએ પ્રતિકાર કરતાં આરોપીઓ ભાગી ગયા હતા.1 140તમામ બનાવમાં કુલ સાત આરોપીઓ (૧) તરૂણભાઇ જીવાભાઇ વડોદીયા (ઉ.વ. ૨૬), (૨) પ્રકાશભાઇ જીવાભાઇ વડોદીયા (ઉ.વ. ૨૯),  (૩) નીતીનભાઇ મનુભાઇ ચુડાસમા (ઉ.વ. ૩૮), (૪) દિપકભાઇ સવજીભાઇ ચૌહાણ (ઉ.વ. ૪૭), (૫) શૈલેષ ઉર્ફે પોપટ વેલજીભાઇ સાપડા (ઉ.વ. ૨૨), (૬) મહેશ ઉર્ફે લાલો અનીલભાઇ સોલંકી (ઉ.વ. ૨૮) (૭) વિજય વિઠ્ઠલભાઇ ચૌહાણ (ઉ.વ. ૨૫)ને પકડી પાડયા છે.

તેમજ આરોપીઓ પાસેી મોબાઇલ ફોન નંગ-૫૧ કિ રૂા.૧,૫૧,૪૩૦/-, કોમ્પયુટર મોનીટર-૦૧ કિ રૂા.૪,૦૦૦/-, એલ.સી.ડી. ટીવી કિ રૂા.૪૫૦૦/-, ગેસનું નાનુ સીલીન્ડર કિ રૂા.૭૦૦/-,  સીગારેટ સોપારી ડુટીફુટી રાગ પાન મસાલા તમાકુ વિગેરે મળી કિ રૂા.૭૯૦૫/-,  ચોરી કરતી વખતે ઉપયોગમાં લીધેલ સાધનો જેમાં ઇલેકટ્રીક કટર નંગ-૦૨, તણીઓ, નાની મોટી સીણીઓ, પતરા કાપવાની કાતરો, સ્કુ ડાઇવર, હોડી તથા ઇલેકટ્રીક કટરની બ્લેડો, તથા સ્વીચ બોર્ડ સોનો વાયર  રીક્ષા નંબર જીજે૦૪ડબલ્યુ-૯૪૬૬ કિ.રૂા.૧,૦૦,૦૦૦/- તથા કબુતરી કલરની ટાટા ઇન્ડીકા વિસ્ટા નં.- જીજે૭એઆર-૧૬૯૭ કિરૂા.૧,૦૫,૦૦૦/- મળી કુલ મુદામાલ કિરૂા.૩,૭૭,૮૨૦/- નો મુદામાલ મળી આવેલ છે.

આ કામનો મુખ્ય આરોપી તરૂણભાઇ જીવાભાઇ વડોદીયાએ સાવરકુંડલામાં રહેતાં તેના બનેવી નિતનભાઇ મનુભાઇ ચુડાસમાની સાથે મળી રાત્રીના સમયે અલગ-અલગ માણસો જુનાગઢી લાવી ઇન્ડીકા વિસ્ટા અવા અતુલ શક્તિ રીક્ષામાં આવી દિવાલમાં બાકોરૂ પાડી તથા શટર ઉચા કરી તથા બારીના સળીયા વાળી ચોરીઓ કરી જુનાગઢ ખાતે જતાં રહેતાં હતા.

તેમજ સાવરકુંડલાા ખાતે કયાં ચોરીઓ કરવી તેની જગ્યા નિતીન ચુડાસમા નક્કી કરી રાખતો હતો.આ કામનો મુખ્ય આરોપીએ તરૂણભાઇ જીવાભાઇ વડોદીયા અગાઉ પણ મોટર સાયકલ ચોરીમાં આવી ગયેલ છે.તેમજ આ આરોપી ભવના ખાતે પરીક્રમાં તેમજ મેળાના સમયે અવા ભીડ હોય ત્યારે ભવનામાં લોકોના પાકીટ પર્સ તા અન્ય કિમતી સામાનની ચોરીઓ કરેલાની કબુલાત આપેલ છે.

આ ઉપરાંત આ આરોપીએ સાવરકુંડલા ખાતે એગ્રોની દુકાનમાં ચોરી કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ કોઇ ચીજવસ્તુ કે રોકડ મળેલ નહી. સાતેય આરોપીઓની સી.આર.પી.સી. કલમ ૪૧(૧) ડી  મુજબ ધરપકડ કરવામાં આવેલ છે. આગળની વધુ તપાસ વા સારૂ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં  આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.