Abtak Media Google News

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ અમરેલી જિલ્લામાં બનતાં મિલકત સબંધી ગુન્હાઓ ગુન્હાઓના ભેદ ઉકેલી તેના આરોપીઓને સત્વરે પકડી જેલ હવાલે કરવા અંગે સુચનાઓ આપેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબ તથા ટીમ એસ.ઓ.જી.એ ચોરીના ગુન્હાના આરોપીને ઝડપી પાડેલ છે.

અમરેલી સા.કુંડલા ચોકડી પાસેથી જિગનેશભાઇ હિમંતભાઇ સોજીત્રા રહે.સુરત નાના વરાછા મુળ સીમરણ તા.સાવરકુંડલા વાળા પાસેથી શંકાસ્પદ મોટર સાયકલ સાથે રોકી ચેકી કરતાં તેની પાસેથી મોટર સાયકલ ના કોઇ આધારા પુરાવાઓ ન હોય જેથી તેની યુક્તિ –પ્રયુકિતીથી પુછપરછ કરતાં આ મોટર સાયકલ તેને સુરત મુકામે મોટા વરાછામાંથી મૌલીકભાઇ ગેરેજ વાળા પાસેથી લીધેલ હોય આ અંગે સુરત ખાતે તપાસ કરતાં સદરહું મોટર સાયકલ સુરતથી ચોરાયેલ હોય જેથી મજકુર ઇસમજિગનેશભાઇ હિમંતભાઇ સોજીત્રા રહે.સુરત વાળાની સી.આર.પી.સી.કલમ ૪૧(૧) ડી  મુજબ ધરપકડ કરી મોટર સાયકલ સાથે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે. આગળની વધુ તપાસ અમરેલી તાલુકા પોલીસ ચલાવી રહેલ છે.

પકડાયેલ આરોપીઃ- જિગ્નેશભાઇ હિમંતભાઇ સોજીત્રા રહે.સુરત નાના વરાછા મુળ સીમરણ તા.સાવરકુંડલા

આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને સુરતથી ચોરાયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.