Abtak Media Google News

પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ અને વધુમા વધુ આરોપીઓ મળે તેવા પ્રયત્નો કરવા સુચના કરેલ હોય જે અન્વયે  એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી આર.કે.કરમટા સાહેબતથા ટીમ એસ.ઓ.જી.એ છેડતીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતા આરોપી ને સાવરકુંડલા ખાતેથી આજ રોજ ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં. ૪૧/૨૦૧૬ ઇ.પી.કો.ક.૩૫૪,૫૦૯,૧૧૪ વિ.મુજબના ગુન્હાના કામે છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી મયુરભાઇ અશ્ર્વીનભાઇ સોંડીગરા ઉ.વ. ૨૨ રહે.સાવરકુંડલા નેસડી રોડ ખોડીયાર નગર આજરોજ સાવરકુંડલા ખાતેથી ચોકકસ બાતમી આધારે ઝડપી પાડવામાં આવેલ છે.અને વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવેલ છે.

આમ, અમરેલી એસ.ઓ.જી.ટીમને છેલ્લા બે  વર્ષથી છેડતીના ગુન્હા  નાસતા-ફરતા આરોપીને પકડવામાં સફળતા મળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.