Abtak Media Google News

વધુ પ્રોફિટ આપવાની લાલચ આપી ભુતડી ગામનો શખ્સ કળા કરી ગયો

અમરેલીના વતની અને હાલ અમદાવાદ રહેતા યુવાનને ક્રિપ્ટો કરન્સીની એપમાં રોકાણ કરવાની અને તેમાં સારુ વળતર મળશે અને પ્રોફિટ થશે તેવી લાલચ આપી રૂપિયા 11 લાખ જેવી 2કમ વિસાવદરના ભૂતડી ગામનો જય પટેલ ઓળવી ગયાની ફરિયાદ અમરેલી શહેર પોલીસમાં નોંધાવામાં આવી છે.

આ બનાવની વિગત એવા પ્રકારની છે કે અમરેલીના માણેકપરા શેરી નંબર ત્રણમાં નેપ્ચ્યુન હોટલ પાછળ રહેતા મ અને હાલમાં અમદાવાદરહેતા વિશ્વભાઈ  ગુણવંતભાઈ રાજ્યગુરુ એ સિટી પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે તેમના  સાઢુભાઈ હરિનભાઇ અને તેના મિત્રજય વજુભાઈ શિરોયા રહેવાસી ભૂતડી તાલુકો વિસાવદર તેમને અમરેલી ખાતે માણેકપરા  પાસે મળેલા હતા અને પોતાના સાઢુભાઈ ના મિત્ર જય શીરોયા પટેલે જણાવેલ કે હું શેરબજારમાં રોકાણ કરું છું તમને તમારા પૈસા સારી જગ્યાએ ઈન્વેસ્ટ કરી તમને મહિને સારામાં સારુ રિટર્ન આપીશ અને મહિનામાં તમારા પૈસા પણ પ્રોફિટ સાથે પાછા આપી દઈશ તેમ કહેતા કુલ 18 વખત અલગઅલગરીતે 10,72,270ની 2કમ વિશ્વભાઈએ જય શિરોયા ના ખાતામાં જમા કરી હતી પણ વળતર દેવાના બદલે આ રકમ જય શિરોયા ઓળવી ગયો હોય તેની સામે ગુનો દાખલ કરાવતા અમરેલી સીટી પીએસઆઇ શ્રી પી.વી સાંખટ દ્વારા ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાંઆવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.